વર્ષોથી ભારતનો જો કોઈ મોટો દિવસ ગણવામાં આવે તો એ દિવાળી જ ગણાય. દિવાળીની મોટી રજાઓથી લઈને નવાં કપડાં, ફટાકડા, રંગોળી, તોરણ, ઘરમાં રંગરોગાન, મીઠાઈ, ફરસાણ, નવી-નવી મીઠાઈઓનાં બૉક્સિસ, ગિફ્ટ, મિત્રો, સગાંસંબંધીઓના ઘરે આવન-જાવન, ઘણા પત્તાં પણ રમે. મોટી ફિલ્મોની રિલીઝ. હમણાં થોડાં વર્ષોથી મેસેજિસ, વિડિયો-કૉલ. મોટી પાર્ટીઓ થાય. આ બધામાં પહેલાંનાં ચોપડા-પૂજન ઓછાં થઈ ગયાં, કેમ કે ચોપડાંની જગ્યાએ મોટા ભાગે કમ્પ્યુટર્સ આવી ગયાં. ઘૂઘરા અને ચોરાફળી જેવા નાસ્તાઓની જગ્યા ફૅન્સી આઇટમે લઈ લીધી. પર્સનલ વિશિસની જગ્યાએ વૉટ્સઍપ વિશિસ અને વિડિયો-કૉલે લઈ લીધી. આ ધીમો અને સતત થતો બદલાવ આપણે સ્વીકારીને આગળ વધતા રહ્યા, પણ આ વર્ષનો બદલાવ પચાવવો જરા અઘરો છે. દિવાળીના બોનસની રાહ જોતા બધા અને લગભગ નોકરિયાત વર્ગના જીવનમાં આ એક એક્સ્ટ્રા પગાર દિવાળીનો ઉજાસ બધી રીતે ફેલાવી દેતો અને દરેક પ્રકારના ખુશીના મૂડમાં આ બોનસ બહુ મોટા પાયે કામ કરતો. આ વર્ષે બોનસ નહીં, પણ પગારનાયે વાંધા છે. કામધંધા ઠપ છે. સોશ્યલ ડિસ્ટન્સિંગ અને વાઇરસના ભયને કારણે જેમની પાસે પૈસા છે તેમની શૉપિંગની હિંમત નથી અને ઉત્સાહ પણ નથી. સિનેમાઘરો તો હજી માંડ ખૂલ્યાં છે પણ એ બંધ જેવાં જ છે અને મિત્રો-સગાંવહાલાંના ઘરના દરવાજા બંધ રાખવામાં પણ માલ છે, કારણ કે લોકોએ હિંમતથી લડવાનું શરૂ કર્યું છે અને જરૂરિયાત પ્રમાણે ઘરની બહાર નીકળીને કામ કરવાનું પણ શરૂ કર્યું છે, પણ આ વાઇરસનો કોપ ઓછો નથી થયો અને માટે એનો ખોફ પણ ઓછો ન જ થવો જોઈએ.
આપણા સ્વભાવની ખાસિયત છે કે આપણે પરિસ્થિતિ પ્રમાણે વહેલા-મોડા બદલાઈને જીવતા શીખી લઈએ છીએ. અત્યારે પણ એવું જ થયું છે. ક્યારેય કલ્પના પણ ન કરી હોય એવા વાતાવરણમાં જીવતાં શીખી ગયા છીએ. આવાં પરિબળોને લીધે ફક્ત બાહ્ય બદલાવ જ નહીં, પણ આતંરિક બદલાવ અનુભવવા મળ્યા હશે. ઘણામાં ગુસ્સો, માનસિક તાણ અને દબાણ, ઝઘડાઓથી છૂટાછેડા તો ઘણા જીવનમાં સફળતા, પૈસો, સંપત્તિ વગેરે ચીજોની દોટ અર્થહીન છે એવી લાગણીનો જન્મ અને સાથે શાંતિ તથા કુટુંબ સાથેના સંબંધોમાં સુધારા પણ આવ્યા હશે. આપણા બધાના જીવનનો આ એક ઐતિહાસિક કાળ છે. આ દિવાળી એક અવિસ્મરણીય દિવાળી છે અને રહેશે. તમે તમારી આ દિવાળીને વધુ યાદગાર બનાવી શકો છો, ખુશ બનાવી શકો છો. દિવાળીમાં બધા એકબીજાને ‘હૅપી દિવાલી’ કહે. આપણા ગુજરાતીઓનું તો નવું વર્ષ પણ શરૂ થાય, બીજા દિવસથી અને આ બીજા દિવસે બધા એકબીજાને સાલ મુબારક પણ કરે, પણ આ દિવાળી અને આવતો સમય, આ વર્ષે બધું હૅપી રહેશે?
હૅિપનેસનું એક વાતાવરણ તમારી આસપાસ ઊભું કરી શકો તો જરૂર રહેશે. આ વાતાવરણ ઊભું કરવું બહુ અઘરુ નથી. થોડી ખુશીને બૅલૅન્સ કરવાની છે. જે લોકો પાસે વધારે છે તેમણે જે લોકોની પાસે નથી કે ઓછી છે તેમને થોડી આપવાની છે. ખુશી અને બીજું જેકાંઈ આપી શકો એ. બસ, કેટલું અને કેવી રીતે એ તમારા પર નિર્ભર રહે છે. વિસ્તૃત રીતે વાત કરું.
હમણાં થોડા સમય પહેલાં એક સંસ્થા મુકુલ માધવ ફાઉન્ડેશન સાથે જોડાયો. મારા મિત્ર અમિતાભ શાહે મને રીતુ છાબરિયા સાથે મેળવ્યો. ચર્ચા દરમ્યાન લોકોને દિવાળીના દિવસોમાં મદદ કરવાની વાત થઈ. થોડી વિસ્તૃત ચર્ચામાં વાત થઈ કે હિન્દુસ્તાનના ધાર્મિક સ્થળો સાવ બંધ થઈ ગયાં છે અને ત્યાં મોટા ધંધા કરતા લોકો બહુ મુસીબતમાં છે તો આ લોકોની મદદ કરવી જોઈએ, તો તેમણે કહ્યું કે અમારા પ્લાનમાં આ આઇડિયા બરાબર બંધબેસતો છે. પછી લિસ્ટ બનાવવાનું શરૂ થયું. સાથે મુંબઈમાં અમારી ઇન્ડસ્ટ્રીમાં મહિલા કલાકારો, જુનિયર આર્ટિસ્ટથી લઈને દ્વારકા, મથુરા, જતીપુરા, કેદારનાથ, શિર્ડી જ્યાં-જ્યાંથી તેમને સંપર્ક અને લિસ્ટ મળ્યાં ત્યાં તેમણે મદદ કરવાની વ્યવસ્થા કરી નાખી. ખાસ્સો સમય લાગ્યો આ બધું કરવામાં.
આ બધા પરિશ્રમમાં સૌથી મહત્ત્વની વાત મને ગમી ગઈ તે એ હતી કે એ કૅમ્પેનનું નામ હતું ‘ગિવ વિથ ડિગ્નિટી’. જેને આપો તેનું માન અને ગરિમા જળવાઈ રહે એ રીતે આપો. એ રૅશનિંગ કિટનું એ રીતે થયું જે ચાર-પાંચ જણના કુટુંબને બે મહિના સુધી ચાલે. બધા આ માગવામાં શરમ પણ અનુભવે, પણ તેમની ખુદ્દારી, સ્વમાન અને જરૂરિયાતને સમજીને ત્રણ લાખથી વધારે લોકોને આખા દેશમાં મદદ કરવામાં આવી છે અત્યાર સુધી. આ કરતાં-કરતાં મને વિચાર આવ્યો કે આવા હજુ ઘણા લોકો હશે જે આ જ રીતે મદદ કરતા હશે, પણ કદાચ મને કે તમને ન ઓળખતા હોય કે આપણે ન ઓળખતા હોઈએ અને આપણે એમાં ભાગ ન ભજવી શકીએ તો ૧૩૦ કરોડથી વધારે વસ્તીવાળા દેશમાં ક્યાં-ક્યાં પહોંચી વળાશે. તો વાઇરસની આ મહામારીમાંથી વાઇરસ જેવો જ વિચાર આવ્યો. એક કવિતાની રચના કરી જેનો ભાવાર્થ છે કે તમે તમારી આસપાસના લોકોની આ દિવાળીમાં મદદ કરો અને વાતાવરણને હૅપી બનાવો તો એ હૅપી વાતાવરણમાં તમે આપમેળે હૅપી જ રહેશો. આ કવિતામાં અમને સાથ આપ્યો દિલીપ જોષી, રૂપાલી ગાંગુલી, દીપિકા ચિખલિયા, બમન ઈરાની, કૈલાશ ખેર, શેફાલી શાહ, હાર્દિક પંડ્યા, સુપ્રિયા પાઠક-કપૂર, રેસલર સંગ્રામ સિંહ, પૅરાલિમ્પિક ચૅમ્પિયન દીપા મલિક, ઇરફાન પઠાણ, બ્રેટ લી અને બ્રાયન લારા અને જેની લાઇફ પરથી ફિલ્મ બની છે એ ‘સાંઢ કી આંખ’ની શૂટર દાદીનો ખાસ-ખાસ આભાર.
આ કવિતાની પંક્તિઓ પણ માણવા જેવી છે. બુધવારે જ મેં એ કવિતા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ કવિતાની આમ તો મને બધી લાઇન ગમે છે, બધી લાઇનનો
ક્યાંક-ક્યાંક બહુ સુંદર અર્થ છે પણ બે મારી ફેવરિટ છે...
‘ઇસ દિવાલી ધુઆં નહીં, દુઆ ફૈલાતે હૈં....’
બીજી મારી ફેવરિટ પંક્તિ છે,
‘આપ અગર સ્વમાની સુદામા હૈ તો હમ ભી ક્રિષ્ન જૈસે બનને કો હૈ તૈયાર...
ક્યોં કિ, પૂરા દેશ હૈ હમારા પરિવાર...’
આ દિવાળીએ સાર્થક કરીએ આ પંક્તિને, દેશઆખાની દિવાળીમાં દીવો પ્રગટાવીએ અને ધ્યાન એ રાખીએ અને ‘ગિવ વિથ ડિગ્નિટી’નું પાલન કરીએ. જો આપણી આસપાસના થોડા-થોડા લોકોનું પણ ધ્યાન રાખીશું તો દેશના ઘણા લોકોનું ધ્યાન રહી જશે અને આ દિવાળી ખરા અર્થમાં ‘હૅપી દિવાલી’ થશે અને આપણું નવું વર્ષ એ ખરેખર એકબીજાને ખુશીથી નૂતન વર્ષાભિનંદન - સાલ મુબારક કહીને એકબીજાને શુભેચ્છાઓ અને ખુશી વિશ
કરી શકીશું.
ઇસ દીવાલી આસમાન મેં ધુઆં નહીં, દુઆ ફૈલાતે હૈ
सदियो से मनाते हैं,
दीवाली का त्योहार कुछ इस ढंग,
नए नए कपड़े, दीवारों पे नए रंग...
चौखट पे रंगोली, फूलों के तोरण,
मन में उमंग, पूजा फटाके भेंट-सौगाद मित्रो और परिवार के संग....
लेकिन कुछ महीनों से ऐसा मचा है हाहाकार,
के जन्मदिन से लेकर हर उत्सव पर
सभी को घर में ही रहना पड़ा है बनके लाचार....
ना शिकायत करी, न निकले बाहर, बनके जिम्मेदार...
लोकडाउन मैं ही रहे, क्यों कि किसीको नही होना था कोरोना का शिकार....
\जो कमाया था, जो बचाया था,
उसी में संभल गया परिवार...
पर सभी की किस्मत ऐसी नहीँ मेरे यार,
बहोतो के तो खत्म हो गए हैं घरबार...
कुछ मजबूर हैं, पर मांगेंगे नही, ऐसे हैं खुद्दार....
चाहे क्यों न फीका जाए उनके परिवार का एक और त्योहार....
हमने भी ठान ली है,
उभर के निखारेगे अपना किरदार...
आप अगर स्वमानी सुदामा हैं,
तो हमभी कृष्ण जैसे मित्र बनने को हैं तैयार...
वो दीवाली ही क्या जहा दिल जले दिय की जगह पर, सपने, खुशियां, उम्मीदे बह जाए आँशु बनकर....
जागों... उठो... कसम लो... सभी मिलकर,
की इस दीवाली दिया जलेगा हिन्दुतान की हर चौखट पर....
मिठाई बने न बने, मुँह मीठा कर लेंगे
थोड़ी सी शक्कर खा कर...
भले ही गले ना मिल पाये अपनो को घर घर जाकर....
हम सभी को इतना करना हैं निरधार,
की खाली पेट न सोया हो कही भी, किसीका भी, कोई भी परिवार.....
सुरक्षित भी रहना हैं,
साबुन सेनिटाइजर से हाथ धोकर...
दूरिया बनाये रखनी हैं,
फिर भी रहना है दिलो से जुड़कर...
ऐसा फैलाना हैं खुशी का वायरस सभी को साथ मिलकर,
की मास्क पहने चहेरों के पीछे भी खुशिया उभर आये मुस्कान बनकर...
इस दीवाली आसमान में धुँवा नही, दुवा फैलाते हैं हम सब एक साथ जुड़कर,
की ऊपरवाला भी खुश हो जाये उसके अपने बनाये हुए इंसान देखकर...
वही बनेगा हमारा तारणहार,
Give with dignity का सबसे बड़ा मददगार....
तभी मनेगा सही मायने मैं पूरे देश में दीवाली का त्योहार,
क्यों की पूरा देश है हमारा परिवार....
पूरा देश है हमारा परिवार
- જેડી મજેઠિયા