ડાર્ક નાઇટ ફિલ્મમાં જોયેલું વાહન બૅટમોબાઇલ વિયેતનામના જુવાને બનાવ્યું

Published: Sep 10, 2020, 08:39 IST | Mumbai correspondent | Mumbai

ડાર્ક નાઇટ ફિલ્મમાં જોયેલું કાલ્પનિક વાહન બૅટમોબાઇલ વિયેતનામના જુવાનિયાએ ૧૬ લાખ ખર્ચીને બનાવ્યું

ડાર્ક નાઇટ ફિલ્મમાં જોયેલું વાહન બૅટમોબાઇલ વિયેતનામના જુવાને બનાવ્યું
ડાર્ક નાઇટ ફિલ્મમાં જોયેલું વાહન બૅટમોબાઇલ વિયેતનામના જુવાને બનાવ્યું

બૅટમૅન ચલાવતો હોય એવા કાલ્પનિક વાહનની ચર્ચા ફિલ્મી કથાઓમાં અને ટીનેજર્સ તથા યુવાનોની વાતોમાં ખૂબ ચાલે છે. વિયેતનામના એક જુવાનિયાએ સ્થાનિક ચલણમાં ૧૬ લાખ રૂપિયા જેટલી રકમ ખર્ચીને એવું કાલ્પનિક વાહન બૅટમોબાઇલ બનાવ્યું છે. ૨૩ વર્ષના નૂયેન ડાક ચુંગનું એ ઇજનેરી સાહસ ૯૦ ટકા તૈયાર છે. ૪૦૦ સીસીનાં ચાર સિલિન્ડર ધરાવતા બૅટમોબાઇલની મૅક્સિમમ સ્પીડ કલાકના ૧૦૦ કિલોમીટર છે. સસ્પેન્શન સિસ્ટમમાં ચાર ફ્રન્ટ શૉક ઍબ્સૉર્બર્સ અને બે રિયર શૉક ઍબ્સૉર્બર્સ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK