Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મીરા-ભાઇંદર મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં એનસીપીનાં રૉડ્રિગ્સની ૫૫૮ વોટથી જીત

મીરા-ભાઇંદર મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં એનસીપીનાં રૉડ્રિગ્સની ૫૫૮ વોટથી જીત

16 October, 2012 04:58 AM IST |

મીરા-ભાઇંદર મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં એનસીપીનાં રૉડ્રિગ્સની ૫૫૮ વોટથી જીત

મીરા-ભાઇંદર મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં એનસીપીનાં રૉડ્રિગ્સની ૫૫૮ વોટથી જીત


બાબરા રૉડ્રિગ્સનો વિજય થવાથી ગિલ્બર્ટ મેન્ડોન્સાના કુટુંબમાંથી જ સાત સભ્ય મીરા-ભાઈંદર મહાનગરપાલિકામાં જોવા મળશે. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાની ૧૨ ઑગસ્ટે થયેલી ચૂંટણીમાં વૉર્ડ-નંબર ૨ અને વૉર્ડ-નંબર ૨૧ (અ)થી ગિલ્બર્ટ મેન્ડોન્સાનાં પુત્રી અસેન્લા મેન્ડોન્સાએ ઉમેદવારી નોંધાવી હતી. અસેન્લા મેન્ડોન્સા બન્ને વૉર્ડમાંથી ચૂંટાઈ આવ્યાં હોવાથી તેમણે વૉર્ડ-નંબર ૨૧ (અ) પરથી રાજીનામું આપ્યું હોવાથી ૧૪ ઑક્ટોબરે પેટાચૂંટણી યોજાઈ હતી. ગઈ કાલે જાહેર થયેલા પરિણામમાં ૨૭૭૯ વોટથી ગિલ્બર્ટ મેન્ડોન્સાની બહેન બાબરા રૉડ્રિગ્સે વિજય મેળવ્યો હતો. બીજેપીનાં રોહિણી કદમને ૨૨૨૧ વોટ અને બહુજન સમાજ પાર્ટીનાં નયના મ્હાત્રને ફ્કત ૫૬ વોટ મળ્યાં હતા. આ વૉર્ડમાં કુલ ૧૦,૭૯૭ મતદારો હોવા છતાં બાવન ટકા મતદાન જ થયું હતું. ગિલ્બર્ટ મેન્ડોન્સાની બે પુત્રી, પુત્ર, ભાઈ, બે બહેનો અને હવે

બાબરા રૉડ્રિગ્સનો પેટાચૂંટણીમાં વિજય થયો હોવાથી વિધાનસભ્ય ગિલ્બર્ટ મેન્ડોન્સાના કુટુંબના જ સાત સભ્ય મહાનગરપાલિકામાં જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

16 October, 2012 04:58 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK