હિંમત હોય એ છોકરો મારી પુત્રી સાથે ડેટિંગ કરી બતાવે : ઓબામા

Published: 9th November, 2012 05:12 IST

ચૂંટણી જીત્યા બાદ તેમણે હળવા મૂડમાં આપી આ ચૅલેન્જ 


અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા વધુ ચાર વર્ષ માટે વાઇટ હાઉસમાં રહેવાના છે અને તેમની દીકરીઓ હવે મોટી થઈ ગઈ છે ત્યારે તેમના માટે ડેટિંગ સ્વાભાવિકપણે જ અત્યંત સેન્સિટિવ ઇસ્યુ રહેવાનો છે. બુધવારે મળેલી જીત બાદ એક રેડિયો ઇન્ટરવ્યુ દરમ્યાન જ્યારે ઓબામાને પૂછવામાં આવ્યું હતું કે શું તમે તમારી દીકરીઓને હવે ડેટિંગ માટે મંજૂરી આપશો? હળવાશભર્યા મૂડમાં આ સવાલનો જવાબ આપતાં ઓબામાએ કહ્યું હતું કે સીક્રેટ સર્વિસની ટીમને ક્રૉસ કરવાની જેનામાં હિંમત હોય એ છોકરો મારી દીકરી સાથે ડેટિંગ કરી શકશે. ઓબામાએ કહ્યું હતું કે કોઈ આ ચૅલેન્જ ઉપાડે તેની હું રાહ જોઉં છું.

ઓબામાએ કહ્યું હતું કે ૧૪ વર્ષની મલિઆ અને ૧૧ વર્ષની સાશાના પિતા બદલ હું ગર્વ અનુભવું છું. તેમનો વિકાસ અત્યંત ઝડપી છે. ઓબામાએ એમ પણ કહ્યું હતું કે મિશેલ અત્યંત સમજદાર છે અને દીકરીઓને કેટલ સ્પેસ આપવી એ તે સારી રીતે જાણે છે. ચાર વર્ષ અગાઉ (૨૦૦૮)માં ઓબામા પહેલી વાર પ્રમુખપદે ચૂંટાયા એ પછી પદ સંભાળ્યાં બાદ યોજાયેલા સેલિબ્રેશનમાં તેમણે પૉપ સિંગર બિયોન્સના ગીત પર ડાન્સ કર્યો હતો. બુધવારે તેમણે કહ્યું હતું કે આ વખતે કોના સૉન્ગ પર ડાન્સ કરવો એ વિશે તે પત્નીને પૂછીને નિર્ણય લેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK