Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ખાતેદારના કપાઈ ગયેલા પૈસા બૅન્કે પાછા આપવા જ પડશેઃ આરબીઆઇ

ખાતેદારના કપાઈ ગયેલા પૈસા બૅન્કે પાછા આપવા જ પડશેઃ આરબીઆઇ

22 September, 2019 03:31 PM IST | મુંબઈ

ખાતેદારના કપાઈ ગયેલા પૈસા બૅન્કે પાછા આપવા જ પડશેઃ આરબીઆઇ

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા

રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા


મુંબઈ : (જી.એન.એસ.) ઑનલાઇન લેવડ-દેવડ દરમ્યાન બૅન્કના ખાતેદારના પૈસા અટવાયા હોય તો તે પાછા મેળવી આપવા રિઝર્વ બૅન્કે એક નવી જાહેરાત કરી હતી.

એટીએમ દ્વારા પૈસા લેતી વખતે મશીનમાંથી પૈસા ન નીકળે પરંતુ ગ્રાહકના ખાતામાંથી પૈસા કપાઈ જાય કે પેમેન્ટ કરતી વખતે કોઈ પ્રકારની ગરબડ થતાં ગ્રાહકના ખાતામાંથી પૈસા જાય તો બૅન્કે આ ટ્રાન્ઝેક્શન થયાના પાંચ દિવસમાં ગ્રાહકના પૈસા પાછા ચૂકવી દેવા પડશે.
આમ થવામાં વિલંબ થાય તો બૅન્કે પોતાના ખાતેદારને રોજના ૧૦૦ રૂપિયા વળતરરૂપે ચૂકવવા પડશે. રિઝર્વ બૅન્કના આ પગલાથી યુટીઆઇ, મની ટ્રાન્સફર, એટીએમ દ્વારા લેવડદેવડ, ઇ-વૉલેટ વગેરેનો નિયમિત વપરાશ કરનારા ખાતેદારોને લાભ થશે. રિઝર્વ બૅન્કે એક નોટિફિકેશન દ્વારા શુક્રવારે આ જાહેરાત કરી હતી. ખાતેદારે કરેલા ટ્રાન્ઝેક્શનની નિષ્ફળતાના વળતર રૂપે બૅન્કો માટે આ નોટિફિકેશન તત્કાળ અમલમાં આવે એવી જાહેરાત કરાઈ હતી.
ખાતેદાર આઇએમપીએસ દ્વારા કોઈને ચુકવણી કરે ત્યારે એના ખાતામાંથી પૈસા કપાઈ જાય પરંતુ જેને પૈસા મોકલ્યા હોય એને ન મળે તો માત્ર એક દિવસમાં બૅન્કે ઑટો રિવર્સ કરવાના રહેશે. આમ કરવામાં બૅન્ક નિષ્ફળ જાય તો રોજના ૧૦૦ રૂપિયા દંડરૂપે ખાતેદારને ચૂકવવા પડશે.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2019 03:31 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK