કર્ણાટકની પેટાચૂંટણીમાં કુલ 60 ટકા મતદાન

Published: Dec 06, 2019, 12:26 IST | Bangalore

બીજેપી સરકારના અસ્તિત્વ માટેની 17 બેઠકોની પેટાચૂંટણીમાં ૬૦ ટકા મતદાન: યેદિયુરપ્પાની સરકાર પાતળી બહુમતી ધરાવે છે, ૬ બેઠક જીતવી જરૂરી:સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ૧૫ ભૂતપૂર્વ ધારાસભ્યો બીજેપીમાં જોડાયા અને ચૂંટણીમાં ઊભા રહ્યા

કર્ણાટકની પેટાચૂંટણીમાં કુલ 60 ટકા મતદાન
કર્ણાટકની પેટાચૂંટણીમાં કુલ 60 ટકા મતદાન

કર્ણાટકમાં બીજેપી સરકાર માટે મહત્વની એવી ૧૫ બેઠકોની પેટાચૂંટણીમાં મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૬૦ ટકા મતદાન નોંધાયું હતું. બીજેપીએ પોતાની તરફેણમાં મતદાનનો દાવો કર્યો છે.

કર્ણાટકમાં બીજેપીના મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાની સરકાર ૧૦૬ ધારાસભ્યોની પાતળી બહુમતી પર ટકેલી છે. જો એમાંથી બેઠકો ઓછી થાય તો સરકાર મુશ્કેલીમાં આવી શકે હોવાથી ગઈ કાલે યોજાયેલી ૧૫ બેઠકોની પેટાચૂંટણીમાં બીજેપીએ ઓછામાં ઓછી ૬ બેઠક જીતવી પડે.

હાલમાં કર્ણાટક વિધાનસભામાં ૨૦૭ ધારાસભ્યો છે. વિધાનસભામાં સભ્યોની કુલ સંખ્યા ૨૨૪ થાય છે. અગાઉ કૉન્ગ્રેસ અને જીડીએસની સરકાર વખતે ૧૭ ધારાસભ્યોએ વિધાનસભા સભ્યપદેથી રાજીનામાં આપતાં મુખ્ય પ્રધાન કુમાર સ્વામીની સરકાર ઊથલી પડી હતી અને બીજેપીના યેદિયુરપ્પાએ સરકાર બનાવી હતી, પરંતુ એ સાવ પાતળી બહુમતી ધરાવે છે.

આ ૧૭ ધારાસભ્યોને એ વખતે કુમાર સ્વામી સરકારના સ્પીકર રમેશ કુમાર દ્વારા અયોગ્ય ઠેરવીને વર્તમાન વિધાનસભાના સમયગાળા સુધી તેઓ ચૂંટણી લડી ન શકે એવું પણ ઠરાવ્યું હતું. સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે તેમને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને યોગ્ય જાહેર કરીને આ ધારાસભ્યો ફરીથી ચૂંટણી લડી શકે એવો ચુકાદો આપ્યો હતો. ૧૭ પૈકી ૧૫ ભૂતપૂર્વ ધારાસભ્ય ત્યાર બાદ બીજેપીમાં જોડાયા હતા અને આ ૧૭ બેઠકોની પેટાચૂંટણીમાં ટિકિટ પણ આપવામાં આવી હતી.

૧૭ બેઠકોનાં પરિણામ પર બીજેપીની સરકારનું ભાવી રહેલું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK