નરેન્દ્ર મોદીમાં દેશના સર્વશ્રેષ્ઠ વડા પ્રધાન બનવાની કાબેલિયત - બલબીર પુંજ

Published: 1st October, 2011 21:21 IST

નવી દિલ્હી: રાજ્યસભાના મેમ્બર અને બીજેપીના ગુજરાતના પ્રભારી બલબીર પુંજે ગઈ કાલે કહ્યું હતું કે ‘ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દેશના ઇતિહાસના સર્વશ્રેષ્ઠ વડા પ્રધાન બની શકે. જો તેમને તક મળશે તો તેઓ દેશના ઇતિહાસના ઉત્તમ વડા પ્રધાન બની શકે.’



બીજેપીની રાષ્ટ્રીય કારોબારીની સાઇડલાઇનમાં બલબીર પુંજને મોદીની દેશનું નેતૃત્વ કરવાની કાબેલિયત વિશે પૂછવામાં આવ્યું હતું. મોદી અને અડવાણી આ બેમાંથી કોણ વડા પ્રધાન બનશે એના જવાબમાં બલબીર પુંજે કહ્યું હતું કે ‘એની મને ખબર નથી. દેશના લોકો એ નક્કી કરશે.’

મોદી નારાજ છે એટલે આવ્યા નથી એવા અહેવાલોને નકારી કાઢતાં બલબીરે કહ્યું હતું કે મોદી નવરાત્રિની પૂજામાં વ્યસ્ત છે એટલે તેમણે અમદાવાદ જ રહેવું પડે એમ છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK