બાળ ઠાકરેને આપવામાં આવેલી સિક્યૉરિટી તબક્કાવાર હટશે

Published: 21st November, 2012 05:45 IST

શનિવારે શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરેના અવસાન પછી મહારાષ્ટ્ર સરકાર તેમને આપવામાં આવતા સિક્યૉરિટી-કવરને તબક્કાવાર હટાવશે. અત્યારે તેમનો પરિવાર શોકમાં છે એટલે સિક્યૉરિટી હટાવવામાં ઉતાવળ કરવામાં નહીં આવે.

બાળ ઠાકરેને ઝેડ પ્લસ સિક્યૉરિટી આપવામાં આવી હતી. એમાં બુલેટપ્રૂફ કાર, એક પોલીસ-ઇન્સ્પેક્ટર, બે અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર, બે એસ્ર્કોટ વેહિકલ જેમાં દરેકમાં છ કૉન્સ્ટેબલ તેમ જ તેમના બાંદરાના નિવાસસ્થાન પર દસ કૉન્સ્ટેબલનો સમાવેશ હતો. આ ઉપરાંત પોલીસ તેમના ઘરે સાદા વેશમાં પણ પહેરો ભરતી હતી. શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે તેમ જ તેમના પુત્ર આદિત્ય ઠાકરેને પણ સિક્યૉરિટી આપવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK