દહિસરમાં બાળ ઠાકરેની શોકસભા દરમ્યાન મહિલાનું પર્સ ચોરાયું

Published: 21st November, 2012 04:21 IST

બાળ ઠાકરેના અવસાન નિમિત્તે સોમવારે દહિસર (ઈસ્ટ)માં આવેલી એમટીએનએલની ઑફિસમાં યોજવામાં આવેલી શોકસભા દરમ્યાન ઑફિસની કર્મચારી માધુરી વૈદ્યનું પર્સ ચોરાઈ ગયું હતું.

આ પર્સમાં તેણે ૪૦૦૦ રૂપિયા સહિત જરૂરી વસ્તુઓ હતી. આ સંદર્ભે માધુરીએ દહિસર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દહિસર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અન્સાર પીરજાદેએ કહ્યું હતું કે ‘બાળ ઠાકરેના અવસાન નિમિત્તે એમટીએનએલની ઑફિસમાં સોમવારે સવારે શોકસભા રાખવામાં આવી હતી. એમાં ઑફિસના બધા કર્મચારીઓ સામેલ થયા હતા. શોકસભા ત્રીજા માળ પર રાખવામાં આવી હતી, જ્યારે માધુરીનું પર્સ ચોથા માળ પરથી ચોરાયું હતું. માધુરીએ પોલીસ-સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે શોકસભા અટેન્ડ કરવા ગઈ હોવાથી હું મારું પર્સ મારા ટેબલ પર જ મૂકીને ગઈ હતી અને પાછી આવી ત્યારે પર્સ ત્યાં નહોતું. અમને શંકા છે કે ઑફિસના જ કોઈ કર્મચારીએ તેનું પર્સ ચોર્યું હોઈ શકે. આ કેસમાં અમે વધુ તપાસ કરી રહ્યા છે અને આરોપી જલદી જ પકડાઈ જશે.’

એમટીએનએલના મૅનેજર પી. આઇ. મસ્કેએ કહ્યું હતું કે આ ઘણી જ નાની ઘટના છે અને આ ચોરી બહુ જ મામૂલી છે.

એમટીએનએલ = મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK