અડવાણીને હિંમતની જરૂર હોય તો અમારી પાસે આવે : બાળ ઠાકરે

Published: 8th August, 2012 03:02 IST

બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ હાલમાં જ તેમના બ્લૉગ પર કહ્યું છે કે ૨૦૧૪માં પ્રાઇમ મિનિસ્ટર કૉન્ગ્રેસ અને બીજેપી સિવાયના કોઈ પક્ષનો બનશે.

bala-saheb-advaniઆ બાબતે ગઈ કાલે શિવસેનાના ચીફ બાળ ઠાકરેએ શિવસેનાના મુખપત્ર ‘સામના’માં કહ્યું હતું કે ‘લાલકૃષ્ણ અડવાણી આવું કરીને લડવા જઈ રહેલા લશ્કરને એમ કહી રહ્યા છે કે આપણે લડવા તો જઈ રહ્યા છીએ, પણ જીતીશું કે નહીં એ ખબર નથી. આમ કહીને અડવાણી લશ્કરને લડતાં પહેલાં જ નાસીપાસ કરી રહ્યા છે. બીજેપીને થયું છે શું? એ માંદી પડી ગઈ છે કે પછી અંદરોઅંદરના વિખવાદને કારણે નબળી પડી રહી છે? જોકે આ તેમના પક્ષનો આંતરિક મામલો હોય તો કશું ન કહી શકાય, પણ એવું નથી. આ મામલો એનડીએને લગતો છે, રાષ્ટ્રને લગતો છે. હજી સમય છે. ઇલેક્શનને વાર છે. લોકોમાં કૉન્ગ્રેસ સામે તીવ્ર રોષ છે એટલે ૨૦૧૪માં કૉન્ગ્રેસને સત્તાથી દૂર રાખી શકાય એમ છે. બીજેપી-શિવસેના અને અન્ય ઘટક પક્ષો મળીને એનડીએના કોઈ નેતા પણ વડા પ્રધાન બની શકે એમ છે. જો અડવાણીને હિંમતની જરૂર હોય તો તેઓ અમારી પાસે આવે, અમે તેમને હિંમત આપીશું.’

 

બીજેપી = ભારતીય જનતા પાર્ટી

એનડીએ = નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK