Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > US Elections: છેલ્લી ઘડીએ લેડી ગાગાએ રાજનીતિમાં આવીને મચાવી હલચલ

US Elections: છેલ્લી ઘડીએ લેડી ગાગાએ રાજનીતિમાં આવીને મચાવી હલચલ

03 November, 2020 06:02 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

US Elections: છેલ્લી ઘડીએ લેડી ગાગાએ રાજનીતિમાં આવીને મચાવી હલચલ

તસવીર સૌજન્યઃ લેડી ગાગાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

તસવીર સૌજન્યઃ લેડી ગાગાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ


અમેરિકાની ચૂંટણી (US  Election) પર દુનિયા આખીની નજર છે. બરાબર આ સમયે જ અમેરિકાની જાણીતી મ્યુઝિક સુપરસ્ટાર (Music Superstar) લેડી ગાગાની (Lady Gaga) એન્ટ્રી થતા અમેરિકી રાજનીતિમાં હલચલ મચી જવા પામી છે. મ્યુઝિક સુપરસ્ટાર લેડી ગાગા અને રાષ્ટ્રપતિ (US President) ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના કેમ્પેઈન વચ્ચે ટ્વિટર વોર છેડાઈ ગયુ હતું.




ટ્રમ્પની કેમ્પેઈન ટીમે ગાગા પર એન્ટી ફ્રેકિંગ થવાનો આરોપ લગાવ્યો. ત્યારબાદ ગાગાએ પણ જબરદસ્ત પલટવાર કર્યો હતો. લેડી ગાગાની છેલ્લી ઘડીએ એન્ટ્રીથી અમેરિકાની ચૂંટણી (US President Election) રસપ્રદ બની છે.

ટ્રમ્પના ડેમોક્રેટિક હરીફ ઉમેદવાર જો બિડેને કહ્યું હતું કે, ગાગા તેમની સાથે સોમવારે પેન્સેલ્વેનિયાના પિટ્સબર્ગની રેલીમાં સાથે હશે. બિડેનના આ નિવેદનને ટ્રમ્પની કેમ્પેઈન ટીમે તરત પલટવાર કર્યો હતો. 3 નવેમ્બરની ચૂંટણીમાં જીત મેળવવા માટે આ ખુબ જ મહત્વનું રાજ્ય છે.


કેમ્પેઈનના કોમ્યુનિકેશન ડાઈરેક્ટર ટીમ મર્ટોએ ટ્વિટર પર એક નિવેદનમાં કહ્યું હતું કે, જો બિડેનનો એન્ટી ફ્રેકિંગ એક્ટિવિસ્ટ લેડી ગાગા સાથેનો પ્રચાર કરવો દર્શાવે છે કે, તેઓ પેન્સેલ્વેનિયાના કામકાજી પુરુષો અને મહિલાઓનો કયા પ્રકારે તિરસ્કાર કરી રહ્યા છે. તેમનું આ પગલું પેન્સેલ્વેનિયાના તે 6 લાખ લોકોને આંખમાં ખટકશે જે ફ્રેકિંગ (Fracking) ઈન્ડસ્ટ્રીમાં કામ કરે છે. જો કે આ ટેક્નોલોજીએ 2014 સુધીમાં અમેરિકાને દુનિયાનો સૌથી મોટો તેલ અને ગેસ ઉત્પાદક દેશ બનાવી દીધો હતો.

Frackingનો અર્થ પાણી અને કેમિકલ્સના મિશ્રણનો ઉપયોગ કરીને પથરાળ જમીનના ઊંડાણમાંથી ગેસ અને તેલ કાઢવાનો હોય છે. મિલેનિયમ યર 2000ના દાયકા વચ્ચે આ નવી ટેક્નોલોજી ખુબ ઝડપથી લોકપ્રિય થઈ હતી. પરંતુ તેમાં ખર્ચ વધુ આવે છે જ્યારે તેના ડ્રિંલિંગથી ભૂકંપનું જોખમ વધે છે. રિસર્ચ મુજબ Fracking થી વાયુ અને જળ પ્રદૂષણ પણ થાય છે. જે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. આ ઉપરાંત ડ્રિલિંગ દરમિયાન લીક થયેલો મીથેન ગેસ ગ્લોબલ વોર્મિંગનું કારણ બને છે.

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2020 06:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK