ઘાટકોપરમાં ખરાબ રસ્તાઓ ૧૦ દિવસમાં રિપેર કરવામાં આવશે:MMRDAનું આશ્વાસન

Published: Sep 10, 2020, 09:21 IST | Mumbai correspondent | Mumbai

ખરાબ રોડને દસ દિવસમાં નવો બનાવશે એવું આશ્વાસન એમએમઆરડીએએ ઘાટકોપરના નગરસેવક પ્રવીણ છેડાને આપ્યું હતું.

નગરસેવક પ્રવીણ છેડા સાથે ચર્ચા કરતા એમએમઆરડીએના ઑફિસર અને તાતા કન્સલ્ટન્સીના સાઇટ ઇન્ચાર્જ અને મૅનેજર.
નગરસેવક પ્રવીણ છેડા સાથે ચર્ચા કરતા એમએમઆરડીએના ઑફિસર અને તાતા કન્સલ્ટન્સીના સાઇટ ઇન્ચાર્જ અને મૅનેજર.

ઘાટકોપર (ઈસ્ટ)માં ઘાટકોપર સ્મશાનભૂમિ, વિક્રાંત સર્કલ, પુણે વિદ્યાભવન ચોક, ગારોડિયાનગર જંક્શનથી લઈને ગણેશ મંદિર જંક્શન, પંતનગર વાયા ડૉ. આંબેડકર રોડ સર્કલ 90 ફીટ રોડ પર બન્ને બાજુએ ખાડાને કારણે નાના-મોટા અકસ્માત થતા હતા. અહીં મેટ્રો-૪ નું કામ ચાલુ હોવાથી અડધા રસ્તા પર પતરાં નાખ્યાં છે જેથી અડધો રોડ બ્લૉક થઈ ગયો છે, જ્યારે બાકી રહેતો અડધો રોડ ખાડાઓથી ભરેલો છે. એ બાબતનો અહેવાલ ‘મિડ-ડે’માં આવતાં પ્રશાસન સફાળું જાગ્યું અને ખરાબ રોડને દસ દિવસમાં નવો બનાવશે એવું આશ્વાસન એમએમઆરડીએએ ઘાટકોપરના નગરસેવક પ્રવીણ છેડાને આપ્યું હતું.
આ બાબતે ઘાટકોપરના નગરસેવક પ્રવીણ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી ઑફિસમાં સવારે એમએમઆરડીએના ઑફિસર, એન્જિનિયર, તાતા કન્સલ્ટન્સી લિમિટેડ કામ કરી રહી છે એના સાઇડ ઇન્ચાર્જ, મૅનેજર એમ ચાર જણ આવ્યા હતા અને મીટિંગ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે અમે દસ દિવસની અંદર રસ્તાનું કામ પૂરું કરીશું અને ખરાબ રોડને નવો બનાવીશું જેથી પબ્લિકને હેરાનગતિ સહેવી ન પડે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK