કેન્દ્ર સરકાર રાખી રહી છે બિલ્ડરો પર નજર

Published: 23rd November, 2014 04:34 IST

શહેરી વિકાસ રાજ્યપ્રધાન બાબુલ સુપ્રિયોની કબૂલાત
સિંગરમાંથી કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્યપ્રધાન બનેલા બાબુલ સુપ્રિયોએ એ બાબતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર બિલ્ડરો પર નજર રાખી રહી છે. ‘મિડ-ડે’ સાથે થયેલી એક્સક્લુઝિવ વાતચીતમાં બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે ‘બિલ્ડરો દ્વારા ઊભા કરવામાં આવેલા વિષચક્રને લીધે લોકો માટે ઘર ખરીદવું મુશ્કેલ થઈ પડ્યું છે. આ પરિસ્થિતિનું સરકાર ગંભીરતાથી નિરીક્ષણ કરી રહી છે અને ટૂંક સમયમાં સર્વગ્રાહી પગલાં લેશે જેથી લોકોને ઘર ખરીદવાનું પરવડી શકે.’

બાબુલ સુપ્રિયોના કહ્યા પ્રમાણે બિલ્ડરો સામેની ફરિયાદોએ જોર પકડ્યું છે અને એને સરકારના પ્રધાનો સાંભળી રહ્યા છે. તેમણે આ પરિસ્થિતિને હળવાશથી લેતાં જણાવ્યું હતું કે ‘આપણે હંમેશાં એ બાબતનો ગર્વ કરીએ છીએ કે મુંબઈ દેશનું સૌથી મોંઘું શહેર છે, પરંતુ અહીં ઉચ્ચ મધ્યમવર્ગના લોકો પણ ઘર ખરીદી શકતા નથી. મુંબઈમાં સૌથી મોંઘાં ઘરો છે અને એમને ખરીદનારા ગ્રાહકો પણ મળી રહે છે. બીજી તરફ સસ્તાં ઘરો ખાલી પડ્યાં રહે છે. આપણે આ બન્ને પરિસ્થિતિને સમતોલ કરવી જરૂરી છે અને સરકાર એ દિશામાં કામ કરી રહી છે.’

બાબુલ સુપ્રિયો મુંબઈમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાતે આવ્યા હતા. તેમની બેઠક પૂરા થયા પછી સુપ્રિયો સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવા ગયા હતા. બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે ‘ફડણવીસ માત્ર હવામાં વાતો કરતા નથી અને ધારાવીનું સ્વરૂપ બદલીને રહેશે. આગલી સરકારે કેન્દ્ર સરકાર સાથે તાલમેલ બેસાડીને કામ કર્યું નહોતું, પરંતુ અમારી સરકાર આ કામ કરશે.’

બાબુલ સુપ્રિયો કદાચ એકમાત્ર રાજનેતા હશે જે કબૂલ કરે છે કે ધારાવીના પુનર્વિકાસમાં કેટલીક છટકબારીઓ રહેલી છે એટલે એનું પુનમૂર્લ્યાંકન કરવાની જરૂર છે. ઘણા લાંબા સમયથી મુંબઈ માટે બિલ્ડરો વધુ જ્લ્ત્ની માગણી કરી રહ્યા છે. સુપ્રિયોએ દાવો કર્યો હતો કે સરકાર આ વિશે કામ કરી રહી છે અને ટૂંક સમયમાં આ પ્રfનનો ઉકેલ લાવશે.Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK