કોરોના દર્દીઓ માટે સંજીવની બન્યો આયુર્વેદિક ઉકાળો, સરકાર માની ગઈ પણ...

Published: May 25, 2020, 19:59 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે ઉકાળા દ્વારા કોવિડની સારવારની પરવાનગી આપી દીધી છે તો આયુર્વેદિક કૉલેજ હવે ઉકાળાના પેકૅટ બનાવવાની તૈયારીમાં છે, પણ મેડિકલ કૉલેજ આ બાબતે અમલ કરવા પર નિર્ણય લેવા તૈયાર નથી.

આયુર્વેદિક ઉકાળો કોરોનાની સારવારમાં કારગર
આયુર્વેદિક ઉકાળો કોરોનાની સારવારમાં કારગર

વેક્સિન અને એન્ટિ વાયરલ ડ્રગની સતત રાહ જોતા વિશ્વની સામે આયુર્વેદિક ઉકાળો સંજીવની બનતો જોવા મળે છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે ઉકાળા દ્વારા કોવિડની સારવારની પરવાનગી આપી દીધી છે તો આયુર્વેદિક કૉલેજ હવે ઉકાળાના પેકૅટ બનાવવાની તૈયારીમાં છે, પણ મેડિકલ કૉલેજ આ બાબતે અમલ કરવા પર નિર્ણય લેવા તૈયાર નથી.

ઉકાળાના પેકૅટ
કેજીએમયૂથી આવેલા ડૉ. સૂર્યકાન્ત ત્રિપાઠીએ પતંજલિ સંસ્થાનના આચાર્ય બાલકૃષ્ણ સાથે વાત કરી મેડિકલ પ્રશાસનના દર્દીઓને ઉકાળો આપવા કહ્યું હતું, તો મહાવીર આયુર્વેદિક મેડિકલ કૉલેજ પાંચલી સિવાય મુલાયમ સિંહ યાદવ મેડિકલ કૉલેજમાં દાખલ દર્દીઓ માટે ઉકાળાના પેકૅટ્સ બનાવે છે. આર્થોપેડિક સર્જને ખાનગી હૉસ્પિટલમાં ક્વૉરન્ટાઇન થયેલા 40 લોકોની ઇમ્યૂનિટી વધારવા માટે ઉકાળો આપવામાં આવ્યો.

ગિલોય તેમજ અશ્વગંધાનો નથી કોઇ તોડ
ચીન સહિત ઘણાં દેશોમાં અનેક આયુર્વેદિક ઔષધીય તત્વો પર ઝડપથી શોધ થઈ રહી છે. ભારતમાં આયુર્વેદના ખજાનામાંથી અનેક જડીબૂટીઓ બહાર આવી ગઈ છે. કોરોના વાયરસની કોઈ દવા નથી. એવામાં ફક્ત પ્રતિકારક શક્તિ વધારીને જ બીમારીનો સામનો કરી શકાય છે. પતંજલિ આયુર્વેદિક સંસ્થાને ઉકાળો બનાવવાની સાથે અશ્વગંધા તેમજ ગિલોય સહિત અન્ય ઘણી ઔષધીઓમાં વાયરસને અટકાવવાની ક્ષમતા પર શોધ કરી છે. છેલ્લા દિવસોમાં પતંજલિ મેડિકલ કૉલેજના ક્વૉરન્ટાઇનમાં ગયેલા સ્ટાફ માટે ઉકાળો મોકલ્યો.

મહાવીર આયુર્વેદિક મેડિકલ કૉલેજના આચાર્ય ડૉ. દેવદત્ત ભાદલીકર વિષાણુરોધી ડઝન જેટલી આયુર્વેદિક ઔષધીઓ પર શોધ કરી ચૂક્યા છે. તે જણાવે છે કે હળદર, લસણ, અજમું, તજ, અદરખ, તુલસીમાં પણ ખૂબ જ વધારે માત્રામાં પ્રતિકારક ક્ષમતા હોય છે.

આ છે પ્રદેશ સરકારનો ઉકાળો
તુલસી -4 માત્રા
સુંઠ -બે માત્રા
તજ-બે માત્રા
કાળાંમરી-એક માત્રા

બનાવવાની રીત
ત્રણથી પાંચ ગ્રામ ચૂર્ણને બે કપ પાણીમાં ધીમા ગૅસ પણ એક કપ બાકી રહેવા સુધી ઉકાળવું. અડઘો કપ ગરમ ઉકાળો દિવસમાં બે વાર પીવું. સ્વાદ માટે લીંબૂ કે ગોળ મિક્સ કરી શકાય.

શું કહે છે વિશેષજ્ઞો
તુલસી, ગિલોય તેમજ અશ્વગંધાનું સેવન ખૂબ જ કારગર છે. કોરોના દર્દીઓ પર મેડિકલ ટ્રાયલ માટે બે વિશ્વવિદ્યાલયો તરફથી પ્રસ્તાવ મળ્યા છે. આયુર્વેદિક ચિકિત્સક પણ આપવાની રજૂઆત કરવામાં આવી છે. આયુર્વેદિક દવાઓ માટે શાસન પાસેથી પરવાનગી માગવામાં આવી છે.- ડૉ. ટીવીએસ આર્ય, પ્રૉફેસર, મેડિસિન વિભાગ

આયુષ મંત્રાલયે અશ્વગંધા, ગિલોય, મુલેઠી, પીપરીમૂળ અને આયુષ 64ને પરવાનગી આપી દીધી છે. તુલસી, તજ, સૂંઠ, મુનક્કા, કાળાંમરી અને દૂધમાં હળદર નાખીને મિક્સ કરવાથી પ્રતિકારક શક્તિ વધશે. લવિંગનું પાઉડર મધ સાથે દિવસમાં બેવાર લેવું. ગિલોય એક એન્ટી ઑક્સિડેન્ટ અને એન્ટી વાયરલ છે. અમ લોકો ઉકાળો પણ બનાવી રહ્યા છીએ, જેને ક્વૉરન્ટાઇનમાં રહેલા લોકોથી લઈને દર્દીઓ સુધી દરેકને આપી શકાય છે. -ડૉ. મેઘા સરોહા, આસિસ્ટેન્ટ પ્રૉફેસર, મહાવીર આયુર્વેદિક મેડિકલ કૉલેજ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK