અયોધ્યા રામ મંદિર: સિક્યોરિટી કોડથી લેસ છે ભૂમિ પૂજન માટે બનેલું આમંત્રણ પત્ર

Published: Aug 04, 2020, 20:35 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

નિમંત્રણ પત્ર એક જુદાં પ્રકારના સિક્યોરિટી કોડથી લેસ છે, જે ફક્ત એક જ વાર કામ કરશે. કાર્ડની નંબરિંગ પણ કરવામાં આવી છે.

રામ મંદિર ભૂમિ પૂજન આમંત્રણ પત્રિકા
રામ મંદિર ભૂમિ પૂજન આમંત્રણ પત્રિકા

અયોધ્યામાં(Ayodhya) શ્રીરામ જન્મભૂમિ(Shri Ram Janmabhumi) પર ભવ્ય મંદિર નિર્માણ માટે પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુરૂપ ભૂમિ પૂજનનું ત્રીદિવસીય અનુષ્ઠાન સોમવારે સવારે શરૂ કરી દેવામાં આવ્યું. પાંચ ઑગસ્ટ એટલે કે આવતી કાલે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) ભૂમિ પૂજન કરશે. આ અનુષ્ઠાનમાં સામેલ થવા માટે દેશ આખાની બધી પરંપરાઓના સંતોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ નિમંત્રણ પત્ર ખૂબ જ ખાસ છે. નિમંત્રણ પત્ર એક જુદાં પ્રકારના સિક્યોરિટી કોડથી લેસ છે, જે ફક્ત એક જ વાર કામ કરશે. કાર્ડની નંબરિંગ પણ કરવામાં આવી છે.

અયોધ્યાના કારસેવકપુરમમાં આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું તે ભૂમિ પૂજન સમારોહ સ્થળે પ્રવેશ સમયે નિમંત્રણ પત્ર પર આપેલા નામ અને નંબર સુરક્ષા અધિકારી ક્રૉસ ટટેક કરશે. એક વાર પ્રવેશ મેળવ્યા બાદ જો કોઇ વ્યક્તિ પરિસરમાંથી બહાર જઇને ફરી અંદર આવવાનો પ્રયત્ન કરશે તો તેને પ્રવેશ નહીં મળી શકે. ભૂમિ પૂજનમાં સામેલ થવા માટે અતિથિઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પહોંચવાના બે કલાક પહેલા આયોજન સ્થળે પહોંચવાનું રહેશે. અતિથિઓના વાહન ફક્ત રંગમહેલ બેરિયર સુધી જશે. ત્યાંથી અતિથિઓએ પગપાળા જ કાર્યક્રમ સ્થળ સુધી જવાનું રહેશે.

નિમંત્રણ પત્ર પર મોદી સિવાય છે આ ત્રણના નામ સામેલ

નિમંત્રણ પત્રમાં અતિથિઓની સૂચિ અને પદાધિકારીઓના નામ છે. કાર્ડમાં પીએમ મોદી સિવાય આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રેદશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથીનું નામ જોવા મળે છે. કોવિડ સંકટને કારણે આ કાર્યક્રમમાં સિમિત સંખ્યામાં જ લોકોને બોલાવવામાં આવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK