ચાંદીની ઇંટથી રાખવામાં આવશે અયોધ્યામાં રામ મંદિરનો પાયો, જુઓ તસવીર

Updated: Jul 28, 2020, 19:08 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

મંદિરના નિર્માણને લઈને અયોધ્યામાં ઉત્સવનો માહોલ બની રહ્યો છે. મંદિર નિર્માણનું શિલાન્યાસ ચાંદીની ઇંટથી થશે. ઇંટની પહેલી તસવીર સામે આવી ગઈ છે. ફૈઝાબાદના ભાજપ સાંસદ લલ્લૂ સિંહે આ તસવીર ટ્વીટ કરી છે.

રામ મંદિર પાયામાં રાખવામાં આવશે આ ચાંદીની ઇંટ
રામ મંદિર પાયામાં રાખવામાં આવશે આ ચાંદીની ઇંટ

અયોધ્યામાં 5 ઑગસ્ટના રામ મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમને લઈે તૈયારીઓ થઈ રહી છે. મંદિર નિર્માણને લઈને અયોધ્યામાં વાતાવરણ ઉત્સવમયી બની ગયું છે રામ મંદિરનો પાયો ચાંદીની ઇંટ રાખવામાં આવશે. આની પહેલી તસવીર પણ સામે આવી ગઈ છે. ફૈઝાબાદના ભાજપ સાંસદ લલ્લૂ સિંહે આ બાબતે ટ્વીટ કર્યું છે.

લલ્લૂ સિંહે ચાંદીની ઇંટની તસવીર શૅર કરતાં લખ્યું છે કે મારું સૌભાગ્ય હશે કે આ પવિત્ર ઇંટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત થશે તે દરમિયાન મને તે પ્રાંગણમાં હાજર રહેવાનું સૌભાગ્ય મળશે. જણાવવાનું કે ચાંદીની આ અનોખી ઇંટનું વજન 22 કિલો 600 ગ્રામ છે.

5 ઑગસ્ટના ભૂમિ પૂજન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાંદીની ઇંટથી મંદિર નિર્માણ માટે શિલાન્યાસમાં હાજર રહેશે. આ ચાંદીની ઇંટ અયોધ્યા પહોંચી ગઈ છે.

Lallu singh Tweet screen grab

રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન 5 August થશે, પરંતુ આ મહોત્સવ અયોધ્યામાં 3 August થી શરૂ થશે. અહીં દિવાળી જેવું વાતાવરણ બનાવવામાં આવશે, જે દરમિયાન વહીવટીતંત્ર શહેરમાં લાખો દીવડાઓ પ્રગટાવશે. . તેમજ સામાન્ય લોકોને તેમના ઘરની બહાર દીવા સળગાવવાની અપીલ કરવામાં આવશે. આ સાથે જ અયોધ્યામાં દિવાલ શણગારવાનું કામ શરૂ થઈ ગયું છે.

પાયામાં ટાઇમ કૅપ્સ્યૂલ રાખવાની વાતને રદિયો
તો મંદિરના પાયામાં ટાઇમ કૅપ્સ્યૂલ રાખવાના સમાચારને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાયે રદિયો આપ્યો છે. તેઓ કહે છે કે પાયામાં કોઇ ટાઇમ કૅપ્સ્યૂલ નહીં રાખવામાં આવે. આ પહેલા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચૌપાલે દાવો કર્યો હતો કે રામ મંદિરની નીચે એક ટાઇમ કૅપ્સ્યૂલ કાખવામાં આવશે, જેથી ભવિષ્યમાં મંદિર સાતે જોડાયેલી તથ્યોને લઈને કોઇ વિવાદ ન રહે.

ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે મંગળવારે કહ્યું કે 5 ઑગસ્ટના રામ મંદિર કન્સ્ટ્રક્શન સાઇટની ભૂમિ નીચે ટાઇમ કૅપ્સ્યૂલ રાખવાની વાત ખોટી છે. હું બધાને આગ્રહ કરું છું કે જ્યારે રામ જન્મભૂમિ ટ્ર્સ્ટ તરફથી કોઇ અધિકૃત વક્તવ્ય આવે, તો જ તમે તેને માનો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK