Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રામ મંદિર ટ્રસ્ટના મહંત નૃત્યગોપાલદાસ કોરોના પૉઝિટીવ,ભૂમિપૂજનમાં સામેલ

રામ મંદિર ટ્રસ્ટના મહંત નૃત્યગોપાલદાસ કોરોના પૉઝિટીવ,ભૂમિપૂજનમાં સામેલ

13 August, 2020 03:27 PM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

રામ મંદિર ટ્રસ્ટના મહંત નૃત્યગોપાલદાસ કોરોના પૉઝિટીવ,ભૂમિપૂજનમાં સામેલ

 મહંત નૃત્ય ગોપાલ દાસ

મહંત નૃત્ય ગોપાલ દાસ


શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ(Shri Ram Janmabhoomi tirth kshetra trust)ના મહંત નૃત્ય ગોપાલ દાસ(82) કોરોના પૉઝિટીવ(Covid-19 Positive) આવ્યા છે. નૃત્ય ગોપાલ દાસ (Nritya Gopaldas)બુધવારે જન્માષ્ટમી ઉજવવા મથુરા પહોંચ્યા હતા. ગુરુવારે સવારે એકાએક તેમની તબિયત ખરાબ થઈ. સીએમઓએ સ્વાસ્થ્ય ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી, જેમાં તેમનો ટેસ્ટ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો. 5 ઑગસ્ટ એટલે કે 8 દિવસ પહેલા મહંત નૃત્ય ગોપાલ દાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) સાથે અયોધ્યા(Ayodhya)માં રામ મંદિર(Ram Mandir)ના ભૂમિ પૂજનમાં સામેલ થયા હતા. તેઓ લગભગ એક કલાક સુધી સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠા હતા.

આ દરમિયાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફોન પર મહંતના સ્વાસ્થ્ય વિશેની માહિતી મેળવી છે. યોગીએ ડૉક્ટર નરેશ ત્રેહન સાથે વાત કરી તેમને મેદંતા હૉસ્પિટલમાં દાખલ કરવા કહ્યું છે. આ પછી મહંતને સારવાર માટે એમ્બ્યુલન્સમાં ગુડગાંવ સ્થિત મેદાંતા હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા. મથુરાના ડીએમ સર્વજ્ઞ રામ મિશ્રાએ જણાવ્યું કે તેમની સાથે ડૉક્ટર્સની ટીમ પણ ગઈ છે.




શ્રીકૃષ્ણ જન્મભૂમિ ન્યાસના પણ અધ્યક્ષ છે નૃત્યગોપાલ દાસ
મહંત નૃત્યગોપાલ શ્રીકૃષ્ણ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ પણ છે. કૃષ્ણ જન્માષ્ટમી પર તેઓ બુધવારે રાતે શ્રીકૃષ્ણ જન્મસ્થાન પર આયોજિત પ્રકટોત્સવ કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા. દરવર્ષે તેઓ આ કાર્યક્રમાં સામેલ થાય છે પણ આ વખતે તો તેઓ અયોધ્યાથી પવિત્ર સરયૂ જળ પણ બાલ ગોપાલ અભિષેક માટે લઈને ગયા હતા. તેઓ જન્મસ્થાનમાં ઠાકુરજીના અભિષકે સમયે પણ સામેલ હતા. તેમના શિષ્યએ અભિષેકની પરંપરા પૂરી કરી હતી.


મહંત ગયા મંગળવારથી મથુરાના સીતારામ મંદિરમાં રોકાયા હતા. તેમના શિષ્ય ધર્મેન્દ્ર દાસે જણાવ્યું કે ચિંતા જેવી વાત નથી. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને દવા આપ્યા બાદ તાવ ઉતરી ગયો છે. ઑક્સિજન સિલિન્ડર પણ મગાવી લેવામાં આવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

13 August, 2020 03:27 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK