Ayodhya Case Updates: નિર્ણય બાદ કોઈપણ ઉજવણી કે શોક મનાવી નહીં શકાય

Updated: Nov 06, 2019, 15:18 IST | New Delhi

વર્ષો જૂના અયોધ્યા કેસને લઈને જેમ-જેમ નિર્ણયનનો સમય નજીક આવી રહ્યો છે, તેમ ગભરાટ વધતો જઈ રહ્યો છે. નિર્ણય બાદ શાંતિ-વ્યવસ્થા કાયમ રાખવા માટે પોલીસ-પ્રશાસને તૈયારી શરૂ કરી દીધી છે.

અયોધ્યા અને સુપ્રીમ કોર્ટ
અયોધ્યા અને સુપ્રીમ કોર્ટ

વર્ષો જૂના અયોધ્યા કેસને લઈને જેમ-જેમ નિર્ણયનનો સમય નજીક આવી રહ્યો છે, તેમ ગભરાટ વધતો જઈ રહ્યો છે. નિર્ણય બાદ શાંતિ-વ્યવસ્થા કાયમ રાખવા માટે પોલીસ-પ્રશાસને તૈયારી શરૂ કરી દીધી છે. દેશભરમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર સહિત જિલ્લા સ્તર પર પોલીસ-પ્રશાસન દરેક સ્થિતિનું નિવારણ કરવાની તૈયારીઓમાં એકત્રિત થઈ ગયા છે.

અયોધ્યા કેસ રાજનીતિક અને સાંપ્રદાયિક રૂપથી બહુ જ સંવેદનશીલ મામલો છે. આ જ કારણથી કેન્દ્રથી લઈને રાજ્ય સરકાર, નિર્ણય બાદ શાંતિ વ્યવસ્થા રાખવા માટે જરૂરી તૈયારીઓ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં એને લઈને ખાસ સર્તકતા વર્તાઈ રહી છે. યૂપીના બધા જિલ્લાઓમાં પોલીસ-પ્રશાસને બધા ધર્મના પ્રતિનિધિઓએ બધા ધર્મના પ્રતિનધિઓની સાથે મળીને શાંતિ સમિતિની બેઠક શરૂ કરી દીધી છે.

- કેન્દ્ર સરકાર સતત રાજ્ય સરકારોના સંપર્કમાં છે અને દરેક સ્થિતિ પર નજર રાખી બેઠા છે. રાજ્ય સરકારને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ દરેક નાની-મોટી ઘટનાની જાણકારી તરત જ કેન્દ્રિય એજન્સીઓને ઉપલબ્ધ કરાવે.

- કેન્દ્રિય ગુપ્ત એજન્સીઓને પણ તોફાની તત્વો પર નજર રાખવા માટે અલર્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રિય ગુપ્ત એજન્સીઓના સતત સંપર્કમાં છે.

- રાજ્ય સ્તર પર બધા જિલ્લાઓના એસેસપી અને ડીએમને નિર્દેશ જાહેર કરી દીધા છે. એમણે સંવેદનશીલ સ્થાનો અને તોફાની તત્વોને ચિહ્નિત કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

- ધર્મ ગુરૂઓ અને ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓને નિર્દેશિત કરવામાં આવી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટનો જે પણ નિર્ણય આવશે, એને મન દિલથી સ્વીકારમાં આવે.

- નિર્ણય બાદ ન તો કોઈ પ્રકારની ઉજવણી કરવામાં આવશે અને ન કોઈ વિરોધ કરી શકશે. આવું કરનારના વિરૂદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરશે.

- જો કોઈ અસામાજિક તત્વ નિર્ણય બાદ કોઈ ગડબડ કરે છે તો એના પર ગુંડાગર્દી એક્ટ, NSA, ક્રિમિનલ લૉ એમેન્ડમેન્ટ એક્ટ સહિત અન્ય ધારાઓમાં કાર્યવાહી થશે.

- પોલીસ સહિત અન્ય ગુપ્ત એજન્સી સોશિયલ મીડિયાના વાયરલ સંદેશો પર પણ દેખરેખ રાખી રહ્યું છે

- લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ કોઈ પણ વાયરલ મેસેજને સમજી-વિચારીને ફોરવર્ડ કરે. ખાસ કરીને અયોધ્યા કેસથી જોડાયેલા મેસેજ કે ધાર્મિક ઉન્માદ ફેલાવનારા મેસેજને ફોરવર્ડ નહીં કરે.

સુપ્રીમ કોર્ટે મામલામાં 6 ઑગસ્ટથી નિયમિત સુનવણી શરૂ કરી હતી. સામાન્ય રીતે સુપ્રીમ કોર્ટે સપ્તાહમાં ત્રણ દિવસ જ કોઈપણ કેસની સુનવણી કરે છે. અયોધ્યા કેસ ઘણો જૂનો અને મહત્વપૂર્ણ રહેવાના કારણે સુપ્રીમ કોર્ટે આ કેસમાં સપ્તાહના પાંચ દિવસ સુધી સુનવણી કરી. આવું પહેલી વાર છે જ્યારે સુપ્રીમ કોર્ટે કોઈ આવા ઐતિહાસિક મામલાની સુનવણી રેકૉર્ડ 40 દિવસમાં પૂરી કરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK