આજથી મીરા-ભાઇંદરની રિક્ષાઓ બેમુદત બંધ

Published: 12th October, 2011 19:53 IST

છેલ્લા કેટલાય વખતથી થાણે આરટીઓ (રીજનલ ટ્રાન્સર્પોટ ઑફિસ) દ્વારા મીરા-ભાઈંદરમાં રિક્ષાઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં કેટલીયે રિક્ષાઓ  ગેરકાયદે હોવાથી એના પર આરટીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરટીઓની કડક કાર્યવાહીને કારણે રિક્ષાચાલકો પોતાની મનમાની કરી શકતા ન  હોવાથી રિક્ષાચાલકોએ યુનિયનનો સહારો લીધો છે.

 

અપૉઇન્ટમેન્ટ લેનાર એક જ યુનિયન સાથે આરટીઓ અધિકારીએ વાત કરતાં બાકીનાં ૧૪ સંગઠનો વીફર્યા


મીરા-ભાઈંદરમાં કુલ ૧૫ રિક્ષા યુનિયન છે જેમાંથી ૧૪ રિક્ષા યુનિયનના પદાધિકારીઓ સોમવારે સવારે  રિક્ષાચાલકો પર કરવામાં આવી રહેલી કાર્યવાહી તેમ જ તેમની બીજી વિવિધ સમસ્યા સાથે આરટીઓ અધિકારીને મળવા ગયા હતા. સોમવારે લોકશાહી દિવસ  (સામાન્ય જનતાને મળવા માટેનો દિવસ) હોવાથી મીરા-ભાઈંદરનાં ૧૫માંથી એક યુનિયને આરટીઓ અધિકારીને મળવા માટેની અપૉઇન્ટમેન્ટ લીધી હતી, જ્યારે  અન્ય ૧૪ યુનિયનના પદાધિકારીઓ પૂર્વ સૂચના આપ્યા વગર જ અધિકારીને મળવા પહોંચી ગયા હતા. એથી આરટીઓ અધિકારીએ તેમને બપોરે ૪ વાગ્યે મળવા  કહ્યું હતું, જેના કારણે રિક્ષા યુનિયનને વિશ્વાસમાં લેવામાં ન આવ્યાં હોવાનું જણાવીને આજથી આ ૧૪ યુનિયને આજથી રિક્ષા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

બીજી બાજુ અપૉઇન્ટમેન્ટ લઈને મળવા ગયેલા મહારાષ્ટ્ર નવનિર્માણ વાહતુક સેના સાથે આરટીઓ અધિકારીએ વાતચીત કરી હતી. ઉપરાંત ૧૫ યુનિયન પૈકી  મહારાષ્ટ્ર નવનર્મિાણ વાહતુક સેના આ બંધને ગેરકાયદે માનતી હોવાથી એની રિક્ષાઓ એ રાબેતા મુજબ ચાલુ રાખશે. તેમણે પોલીસ-ડિપાર્ટમેન્ટ પાસે સુરક્ષાની  માગણી કરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK