મીટરમાં નવાં ભાડાં પ્રમાણે ફેરફાર નહીં થાય તો જૂનાં ભાડાં પ્રમાણે થશે ચુકવણી

Published: 18th October, 2012 04:43 IST

૨૫ નવેમ્બર સુધીમાં રિક્ષા કે ટૅક્સીડ્રાઇવરો પોતાના મીટરમાં નવાં ભાડાં મુજબ ફેરફાર નહીં કરે તો મુસાફરોએ જૂનાં ભાડાં પ્રમાણે જ ભાડું ચૂકવવું એવી જાહેરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશનર વી. એન. મારેએ કરી છે.


અત્યારે રિક્ષા તેમ જ ટૅક્સીડ્રાઇવરો દાદાગીરી કરીને મીટરના ભાડા કરતાં ચારથી પાંચ રૂપિયા વધુ મુસાફરો પાસેથી વસૂલ કરે છે.

બાંદરા, કુર્લા, મુલુંડ અને થાણે જેવાં સ્થળોએ રિક્ષાવાળાઓની દાદાગીરીએ માઝા મૂકી છે. ૨૬ નવેમ્બરથી રિક્ષા તથા ટૅક્સીમાં નવા ભાડાપત્રક પ્રમાણે ફેરફાર ન કર્યો હોય એવા ડ્રાઇવરો વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK