કંગના રણોત કેસની સુનાવણી દરમિયાન કૉર્ટમાં વાગ્યો શિવસેના નેતાનો ઑડિયો

Published: 28th September, 2020 18:57 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

આ મહિનાની શરૂઆતમાં કંગના પણોતની પાલી હિલ ઑફિસને ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. બૃહન્મુંબઇ નગર નિગમ (BMC)નો દાવો છે કે આમાં ગેરકાયદેસર નિર્માણ કરવામાં આવ્યું. ઉચ્ચ ન્યાયાલયે 9 સપ્ટેમ્બરના બીએમસીનની કાર્યવાહી પર રોક લગાવી હતી.

કંગના રણોત
કંગના રણોત

બોલીવુડ (Bollywood Actress) અભિનેત્રી કંગના (Kangana Ranaut) રણોતના પાલી હિલ સ્થિત ઑફિસને તોડી પાડવાને મામલે કંગનાની યાચિકા પર આજે બૉમ્બે (Bombay High Court) હાઇકૉર્ટમાં સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન શિવ (Shiv Sena) સેના નેતા સંજય (Sanjay Raut) રાઉતનો ઑડિયો રેકૉર્ડિંગ આજે બોલીવુડ (Bollywood Actess Kangana Ranaut) અભિનેત્રી કંગના રણોતના વકીલ દ્વારા અપશબ્દ સાબિત કરવા માટે ચલાવવામાં આવ્યો. વકીલે રણોતના હવાલે કહ્યું કે, "તથ્ય આ છે કે મારા એક ટ્વીટને સંજય રાઉતની ખૂબ જ મોટી પ્રતિક્રિયા મળી, જ્યાં તેમણે કહ્યું કે મને સબક શીખવાડવો જોઇએ." જેમ કે કૉર્ટે તેને આ દાવો સાબિત કરવા માટે શિવસેના નેતાની રેકૉર્ડિંગ વગાડવા કહ્યું, સંજય રાઉતના વકીલ પ્રદીપ થોરાતે તેના પર આપત્તિ દર્શાવી અને કહ્યું કે 'ઑડિયોમાં યાચિકાકર્તાનું નામ નથી.'

આ અંગે વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન કૉર્ટે કહ્યું કે, "જો આ તમારું સ્ટેન્ડ છે તમે(ઑડિયોમાં) યાચિકાકત્નાને અપશબ્દ નથી કહ્યો તો અમે આ રેકૉર્ડ કરશું. શું અમારે તમારું નિવેદન નોંધવું જોઇએ?" આ અંગે સંજય રાઉતના વકીલે કહ્યું કે અમે કાલે જવાબ આપીશું.

રાજ્યસભા સભ્ય સંજય રાઉતે કંગનાની નિંદા કરતા અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો અને કેમેરામાં રેકૉર્ડ થયું હતું, તે 33 વર્ષીય અભિનેતા પર ટિપ્પણી કરી રહ્યા હતા, જેમાં મુંબઇની તુલના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(પીઓકે) સાથે કરી દીધી હતી. રાઉતે એ પણ કહ્યું હતું કે કંગનાએ મુંબઇની બહાર રહેવું જોઇએ. જો કે, તેમણે નારાજગી દરમિયાન કંગના રણોત પર અપમાનજનક શબ્દો માટે માફી માગી નહોતી, પણ તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમની પસંદનો શબ્દ બહેતર હોઇ શકે છે. સંજય રાઉતે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું, "મારાથી ભૂલ થઈ શકે છે."

આ મહિનાની શરૂઆતમાં કંગના રણોતની પાલી હિલ ઑફિસ ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. બૃહન્મુંબઇ નગર નિગમ (BMC)નો દાવો છે કે આમાં ગેરકાયદેસરનું નિર્માણ છે. ઉચ્ચ ન્યાયાલયે 9 સપ્ટેમ્બરના બીએમસીની કાર્યવાહી અટકાવી દીધી હતી, જેને અભિનેત્રીની જીત માનવામાં આવી રહી હતી. આ કાર્યવાહીમાં કોર્ટે જોયું, "આ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે તે રાજ્યથી બહાર હતી, તેને 24 કલાકની અંદર જવાબ આપવાના નિર્દેશ આપવામાં આવ્યા અને લેખિત રિક્વેસ્ટ છતાં તેને આગળ કોઇ સમય આપવામાં આવ્યો નહીં."

આજે કંગના રણોતના વકીલે કૉર્ટને કહ્યું કે, "કોઇ નિર્માણ ચાલતું નહોતું, કોઇપણ પ્રકારની શોધના આધાર વગર કોઇપણ કામ પ્રગતિ પર હતું, નોટિસ આપવામાં આવી નહોતી. બીએમસી અધિનિયમનો ધારો 354 એ હેઠળ, માની લેવામાં આવે કે અધિકારીઓએ પહેલા વ્યક્તિને પરમિટ જાહેર કરવાની તર આપવા માટે નોટિસ જાહેર કરવાની રહેશે."

તેમણે કૉર્ટને જણાવ્યું કે, "પાર્ટિઓ પાસે નિયમિતીકરણ કરવા માટે વિકલ્પ પણ છે. આ અવસરનો કંગના રણોતે અસ્વીકાર કર્યો કારણ કે બીએમસી અધિકારીઓએ નિયમ પ્રમાણે કામ નથી કર્યું."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK