મીરા રોડમાં ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના કાર્યકર્તા પર હુમલો

Published: 12th October, 2012 05:07 IST

મીરા રોડમાં રેલવે-સ્ટેશન પાસે ગઈ કાલે સવારે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના કાર્યકર્તા પર ધારદાર શસ્ત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના વિશે મીરા રોડ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.



મીરા રોડ રેલવે-સ્ટેશનની પાસે આવેલી ટ્રાફિક-પોલીસની ચોકી પાસે ગઈ કાલે સવારે ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનના મીરા-ભાઈંદરના મુખ્ય કાર્યકર્તા રાકેશ સરવગી ટ્રાફિક-પોલીસ સાથે વાતચીત કરી રહ્યા હતા. એ સમયે ત્યાં મીરા રોડના અમુક રિક્ષા યુનિયનના અધ્યક્ષ અને રિક્ષા-ડ્રાઇવરો આવ્યા હતા. એમાંથી ૨-૩ રિક્ષા-ડ્રાઇવરોએ રાકેશ પર ધારદાર શસ્ત્રો દ્વારા માથા પર હુમલો કર્યો હતો જેથી રાકેશ ગંભીર રીતે જખમી થયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK