તાંબેનગરમાં ઍક્સિસ બૅન્કનું એટીએમ લૂંટનારો તો પોતાના જ પિતાનો હત્યારો

Published: 27th September, 2011 19:35 IST

મુલુંડ-વેસ્ટમાં સરોજિની નાયડુ રોડ પાસે આવેલા તાંબેનગરમાં શુક્રવારે મધરાત પછી એટીએમ સેન્ટરમાં ઘૂસીને એમાં લૂંટકરનારા આરોપીને પોલીસે ૨૪ કલાકની અંદર ઝડપીને  કેસ સૉલ્વ કર્યો હતો.

 

 

મુલુંડ પોલીસ-સ્ટેશનના પોલીસ-અધિકારી દિલીપ ધામુંસેએ કેસની માહિતી આપતાં કહ્યું હતું કે ‘ચોરી, લૂંટ અને હત્યા જેવા અનેક ગુનાઓમાં વૉન્ટેડ એવો ૪૦ વર્ષનો સુરેશ શાંતારામ સાળવે શુક્રવાર મધરાત પછી ત્રણેક વાગ્યાની આસપાસ તાંબેનગરમાં આવેલા ઍક્સિસ બૅન્કના એટીએમમાં લૂંટના ઇરાદે ઘૂસ્યો હતો. એટીએમ મશીન તોડીને એમાં રહેલા લાખો રૂપિયા તેણે લૂંટી લીધા હતા.

 

જોકે એટીએમ સેન્ટરમાં રહેલા ક્લોઝ સર્કિટ ટીવી (સીસીટીવી) કૅમેરામાં તે લૂંટ કરતાં કેદ થઈ ગયો હોવાને કારણે પોલીસના ચોપડે અનેક ગુનાઓમાં વૉન્ટેડ હોવાને કારણે તે શનિવાર બપોર સુધીમાં ઝડપાઈ ગયો હતો. તેની પાસે રહેલી કૅશ પણ મળી આવી હતી. શનિવારે તેને ર્કોટમાં હાજર કરાતાં તેને આજ સુધીની (મંગળવાર) પોલીસ-કસ્ટડી ફટકારવામાં આવી હતી, જે આજે પૂરી થતાં તેને ફરી ર્કોટમાં
હાજર કરાશે. સુરેશે ૧૯૯૧માં તેના પિતાની પણ હત્યા કરી
નાખી હતી.’


-અહેવાલ અને તસવીરો : નીતિન મણિયાર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK