અટલ ટનલ: નિયમોના ધજાગરા ઉડાડતા ચાલકો, 24 કલાકમાં 3 અકસ્માત

Published: 7th October, 2020 12:39 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

અટલ ટનલની અંદર એકબીજાથી આગળ વધવાની હોડ, લાપરવાહીને કારણે ડ્રાઇવિંગ કરવા અને સેલ્ફી લેવાના ચક્કરમાં ઉદ્ઘાટનના 24 કલાકની અંદર ત્રણ અકસ્માત સર્જાયા છે.

અટલ ટનલ
અટલ ટનલ

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કુલ્લૂ જિલ્લામાં બનેલી 9.02 કિલોમીટર લાંબી અટલ ટનલમાં ઉદ્ઘાટન પછી પર્યટકો આવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. વિશ્વની સૌથી લાંબી ટનલમાં ઉદ્ઘાટન પછી પર્યટકો આવવા લાગ્યા, પણ તે નિયમોનું પાલન કરતાં નથી અને અકસ્માતના શિકાર બની રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ ત્રણ ઑક્ટોબરના રોહતાંગમાં ટનલ (Atal Tunnel)નું ઉદ્ઘાટન કર્યું હતું, પણ તેના બીજા જ દિવસે એકબીજાથી આગળ નીકળવાની હોડ, લાપરવાહીથી ડ્રાઇવ કરવું અને સેલ્ફી લેવાના ચક્કરમાં ત્રણ અકસ્માત થઈ ગયા છે.

સ્થાનિક પ્રશાસને પોલીસ તૈનાત કરી નહોતી
BROએ એક દાયકામાં ઘણી મહેનત પછી 10 હજાર ફૂટની ઉંચાઇ પર ટનલનું નિર્માણ કર્યું છે. બીઆરઓએ સોમવારે સ્થાનિક અધિકારીઓને ટનલમાં બાઇક ચાલકો માટે ધ્યાન રાખવા માટે પોલીસ તૈનાત ન કરવા માટે દોષી ઠેરવ્યા છે. જો કે, બીઆરઓ દ્વારા ઉઠાવવામાં આવેલી આપત્તિ પછી રાજ્ય સરકારે પોલીસ તૈનાત કરી દીધી છે.

બીઆરઓએ સુરક્ષા માટે કરી હતી આ માગ
બીઆરઓના ચીફ ઇન્જિનિયરે બ્રિગેડિયર કેપી પુરુષોત્તમે જણાવ્યું કે, "યાતાયાતના આવાગમનને નિયંત્રિત કરવા માટે શક્તિ માટે એક અધિકારિક સંચાર ત્રણ જુલાઇના મુખ્યમંત્રી કાર્યાલય અને 3 ઑક્ટોબરના સ્થાનિક પ્રશાસનને મોકલવામાં આવ્યું હતું." પત્રમાં મુખ્યમંત્રીના સલાહકાર-સહ-પ્રમુખ ખાનગી સચિવને સંબોધિત કરતા સ્પષ્ટ રીતે પોલીસની જરૂરિયાત જણાવી હતી. આની સાથે જ બીઆરઓએ સિવિલ અધિકારીઓને ટનલમાં ફાયર બ્રિગેડ કર્મીઓને તૈનાત કરવા માટે કહ્યું હતું.

ટનલમાં એક દિવસમાં થયા ત્રણ અકસ્માત
બ્રિગેડિયર કેપી પુરુષોત્તમે જણાવ્યું કે, "વડાપ્રધાને 3 ઑક્ટોબરના ટનલનું ઉદ્ઘાટન કર્યું અને ત્યાર બાદ એક દિવસમાં ત્રણ અકસ્માત થયા. ટનલની અંદર પર્યટકો અને વાહન ચાલકો ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાડી રહ્યા છે. સીસીટીવી પરથી ખબર પડે છે કે વાહન ચાલકોએ સેલ્ફી લેના માટે ટનલની અંદર જ પોતાની ગાડીઓ અટકાવી દીધી, જ્યારે ટનલની અંદર કોઇને પણ પોતાની ગાડી ઊભી રાખવાની પરવાનગી નથી." તેમણે જણાવ્યું કે ટનલને ડબલ લેન કરવા છતાં ઓવરટેક કરવાની પરવાનગી નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK