Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રમ્પની વિદાય વેળાએ અમેરિકામાં કોરોના રોગચાળાનો મરણાંક ચાર લાખને પાર

ટ્રમ્પની વિદાય વેળાએ અમેરિકામાં કોરોના રોગચાળાનો મરણાંક ચાર લાખને પાર

21 January, 2021 01:19 PM IST | Mumbai
Agencies

ટ્રમ્પની વિદાય વેળાએ અમેરિકામાં કોરોના રોગચાળાનો મરણાંક ચાર લાખને પાર

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે


અમેરિકાના પ્રમુખપદેથી રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય અને ડેમોક્રેટિક પાર્ટીના વિજેતા ઉમેદવાર જો બાઇડને સત્તાના સૂત્રો સંભાળ્યા એ વેળાએ એ દેશમાં કોરોના ઇન્ફેક્શનના દરદીઓનો મરણાંક ચાર લાખને પાર કરી ગયો છે. ટ્રમ્પ પ્રશાસનની કોરોના રોગચાળાને મેનેજ કરવાની પધ્ધતિ ઘણા ટીકા પ્રહારોનો ભોગ બની ચૂક્યું છે.
જોન હોપકિન્સ યુનિવર્સિટીના અંદાજ મુજબ ૪,૦૦,૦૦૦થી ઉપરનો આ મરણાંક બીજા વિશ્વ યુધ્ધમાં માર્યા ગયેલા અમેરિકનો જેટલો છે. આ આંકડો અમેરિકાના તુલસા, ઓક્લોહામા, થામ્પા, ફ્લોરિડા અથવા ન્યુ ઓર્લીન્સની કુલ વસતી જેટલો ગણી શકાય. રોગચાળામાં અમેરિકનોના મરણનો આંકડો વર્ષ ૧૯૬૯ના ઑગસ્ટ મહિનામાં ન્યુ યૉર્કના બેથેલમાં યોજાયેલા ઐતિહાસિક વુડ સ્ટૉક મ્યુઝિક ફેસ્ટિવલમાં એકઠી થયેલી જનમેદની જેટલો પણ ગણી શકાય. વર્ષ ૨૦૧૯માં સ્ટ્રોક, અલ્ઝાઇમર્સ, ડાયાબિટિસ, ફ્લુ અને ન્યુમોનિયાથી ૪,૦૯,૦૦૦ અમેરિકનો માર્યા ગયા હતા. અમેરિકામાં વેક્સિન્સ આવ્યા છતાં વાઇરસ પર નિયંત્રણ શક્ય બનતું નથી. એ સંજોગોમાં આવતા મે મહિનાની પહેલી તારીખ સુધીમાં કોરોનાનો મરણાંક ૫,૬૭, ૦૦૦ની નજીક પહોંચવાનો અંદાજ યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટને બાંધ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2021 01:19 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK