ચીનમાં ટેમ્પરરી હૉસ્પિટલ તરીકે વપરાતી હોટેલ તૂટી પડતાં 20નાં મોત

Published: Mar 11, 2020, 12:10 IST | China

ચીનના ફુજિયાન પ્રાંતમાં ટેમ્પરરી હૉસ્પિટલ રૂપે વપરાતી હોટેલનું મકાન તૂટી પડતાં ૨૦ જણ મૃત્યુ પામ્યાં હતાં.

ચીનના ફુજિયાન પ્રાંતમાં ટેમ્પરરી હૉસ્પિટલ રૂપે વપરાતી હોટેલનું મકાન તૂટી પડતાં ૨૦ જણ મૃત્યુ પામ્યાં હતાં. કોરોના વાઇરસનો રોગચાળો ફાટી નીકળતાં ક્વૉરેન્ટાઇન ફેસિલિટી માટે અનેક ઠેકાણે ટેમ્પરરી હૉસ્પિટલ્સ બનાવવામાં આવી હતી. એમાંથી એક ટેમ્પરરી હૉસ્પિટલ ફુજિયાન પ્રાંતના ક્વાન્ગ્શુ શહેરના લિચેન ઉપનગરની શિન્જિયા હોટેલમાં ચાલતી હતી.

શનિવારે હૉસ્પિટલ તૂટી પડ્યા પછી ૭૧ જણ કાટમાળ નીચે દબાયા હતા. અત્યાર સુધીમાં કાટમાળ નીચેથી ૬૨ જણને બહાર કાઢવામાં આવ્યા છે. એમાં ૬૯ કલાક બાદ કાટમાળ હેઠળથી ગઈ કાલે બહાર કાઢવામાં આવેલો એક જણ જીવતો હતો. અગાઉ સોમવારે ૧૦ વર્ષના બાળક અને તેની માતાને બચાવવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો : ઈરાનમાંથી 79 વર્ષના વૃદ્ધ સહિત 58 ભારતીયોને ઍરલિફ્ટ કરાયા

ઇટલીના રોમમાં કોરોના વાઇરસના ચેપથી બચવા લોકો ભારે સાવચેતી દાખવી રહ્યા છે. પોસ્ટ ઑફિસમાં એકની પાછળ એક ઊભા રહેવામાં પણ તેમણે સારુંએવું અંતર રાખ્યું હતું. કોરોના વાઇરસની સામે ઝઝૂમતા ઇટલીએ એ વધુ ન ફેલાય એ માટે એની ૬૦ લાખની વસ્તી પર કેટલાક પ્રતિબંધ મૂક્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK