અમર જવાન સ્મારકનું અપમાન કરનારા બદમાશોને પકડાવવા રાજ પુરોહિત તરફથી ૧ લાખ રૂપિયાનું ઇનામ

Published: 17th August, 2012 08:11 IST

ગયા અઠવાડિયે દક્ષિણ મુંબઈમાં આઝાદ મેદાન પાસે થયેલા હિંસક તોફાન માટે ભારતમાં ગેરકાયદે ઘૂસી ગયેલા બંગલાદેશી ઘૂસણખોરો જવાબદાર હોવાનો દાવો કરતાં બીજેપીએ આ તોફાનો દરમ્યાન અમર જવાન મેમોરિયલને અપવિત્ર કરવાના વિરોધમાં આવતી કાલે એક પ્રોટેસ્ટ માર્ચનું આયોજન કર્યું હોવાની જાહેરાત કરી હતી.

 

આવતી કાલે આ પ્રોટેસ્ટ માર્ચ મેટ્રો સર્કલથી આઝાદ મેદાન પહોંચશે અને એમાં મોટી સંખ્યામાં મુંબઈગરાને જોડાવાની અપીલ કરતાં બીજેપીના મુંબઈ પ્રમુખ રાજ પુરોહિતે ગઈ કાલે કહ્યું હતું કે ‘આસામના માર્ગે આપણા દેશમાં મોટી સંખ્યામાં ઘૂસી ગયેલા બંગલાદેશીઓ આઝાદ મેદાન પર થયેલાં તોફાનો માટે જવાબદાર છે. અમે આ પૂરા બનાવની યોગ્ય રીતે તપાસ કરવાની માગણી કરી છે.’

 

 

મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલય પાસે આવેલા અમર જવાન મેમોરિયલને જે બે લોકો નુકસાન પહોંચાડવા માગતા હતા તેમને શોધી આપનારાઓ માટે પર્સનલ લેવલ પર એક લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત પણ રાજ પુરોહિતે ગઈ કાલે કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK