કાટૂર્નિસ્ટ અસીમ ત્રિવેદીના કેસમાં બૉમ્બે હાઈ ર્કોટે પોલીસને બરાબરની ફટકારી

Published: 15th September, 2012 08:56 IST

કાટૂર્નિસ્ટ અસીમ ત્રિવેદીની ધરપકડ ગેરકાયદે અને યોગ્ય ન હોવાનું કહી તેને છોડી દેવો જોઈએ એ મુજબની ઍડ્વોકેટ સંસ્કાર મરાઠેએ કરેલી જનહિતની અરજીની સુનાવણી કરતાં જજ ડી. વાય. ચંદ્રચૂડ અને અમજદ સૈયદની ડિવિઝન બેન્ચે પોલીસને કહ્યું હતું કે ‘અસીમ ત્રિવેદીની ક્ષુલ્લક કારણોસર ધરપકડ કરતાં અને તેના પર દેશદ્રોહના આરોપ મૂકતાં પહેલાં તમે મગજ કેમ ન દોડાવ્યું?


તમે લોકોને આ રીતનાં ક્ષુલ્લક કારણોસર કઈ રીતે પકડી શકો? તમે કાટૂર્નિસ્ટને પકડીને તેની સ્વતંત્રતા તેમ જ વાણી અને વિચારો પ્રદર્શિત કરવાની સ્વતંત્રતા છીનવી છે.’

પ્રાથમિક તપાસમાં કોર્ટને જણાયું હતું કે પોલીસે અસીમ ત્રિવેદીની ધરપકડ મનસ્વી રીતે કરી છે. એથી ર્કોટે‍ કહ્યું હતું કે ‘આપણી પાસે આ એક અસીમ ત્રિવેદી છે જેણે આ વિશે હિંમત બતાવી, એ વિશે અવાજ ઉઠાવ્યો અને વિરોધ નોંધાવ્યો; પણ પોલીસ અનેક લોકોનો અવાજ દબાવી દે છે એનું શું?’

ર્કોટે‍ વધુમાં પોલીસને કહ્યું હતું કે ‘તમે અસીમ ત્રિવેદી પર દેશદ્રોહનો જે આરોપ મૂક્યો એ કયા આધારે મૂક્યો એ વિશે સૅટિસ્ફૅક્ટરી કારણો આપો. આ માટે કયાં ધોરણો (પૅરામિટર્સ) વાપરવામાં આવ્યાં એ જણાવો, અને જો આ માટે કોઈ પૅરામિટર્સ ન હોય તો સોસાયટીમાં નાગરિકોની સ્વતંત્રતા જોખમાશે એ નક્કી. દેશદ્રોહના કાયદા સ્વતંત્રતા પહેલાંના છે, જ્યારે સરકારને નાગરિકો સામે રક્ષણ જોઈતું હતું. હવે અત્યારે સરકારનું શું ધોરણ છે? શું એ દેશદ્રોહનો કાયદો પડતો મૂકવા માગે છે? કોઈએ તો આ બાબતે રાજકીય જવાબદારી લેવી જ પડશે. પોલીસે તેની (અસીમની) ધરપકડ કરતાં પહેલાં મગજ કેમ ન વાપર્યું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK