ધારાવી થયું કોરોના-ફ્રી
પ્રતીકાત્મક તસવીર
એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તાર એટલે કે મુંબઈના ધારાવી વિસ્તારમાં ગઈ કાલે એક પણ કોરોના કેસ નહોતો મળ્યો. કોરોનાની શરૂઆત બાદ એપ્રિલ મહિના બાદ પહેલી વાર આવું બન્યું છે. અઢી કિલોમીટરમાં આવેલા આ વિસ્તારમાં અંદાજે સાડાસાત લાખ લોકો રહે છે. ધારાવીમાં કોરોના પ્રવેશશે તો સ્થિતિ કાબૂ બહાર જવાનો ભય હતો.
મુંબઈના ધારાવી વિસ્તારમાં સૌથી ગીચ વસ્તી હોવાથી કોરોનાનો ચેપ ફેલાવાનું જોખમ સૌથી વધુ હતું. એક સમયે અહીં દિવસના ૧૦૦ કરતાં વધુ કેસ સામે આવ્યા હતા. જોકે હાલમાં કોરોના કેસની સક્રિય સંખ્યા દસ કરતાં ઓછી થઈ ગઈ છે. અત્યાર સુધી અહીં ૩૭૦૦ કોરોના કેસ સામે આવ્યા છે.