એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેનું કામ એપ્રિલમાં પૂર્ણ થશે

Published: Dec 10, 2019, 09:29 IST | Junagadh

ઑસ્ટ્રિયાથી આવેલા નેકીના માર્ગદર્શનમાં ૫૦થી વધુ ઇજનેરોની ટીમ કામગીરી કરી રહી છે. એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ થઈ જશે. બાદમાં રોપવે શરૂ કરવામાં આવશે.

ગિરનાર રોપ-વે જલ્દી જ થશે ચાલું
ગિરનાર રોપ-વે જલ્દી જ થશે ચાલું

એશિયાના સૌથી મોટા રોપવે પ્રોજેક્ટ ગિરનાર રોપવેનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. કામગીરી અંગે માહિતી આપતાં ઉષા બ્રેકો કંપનીના વાઇસ પ્રેસિડન્ટ મનોજ પવાર તેમ જ દિનેશસિંહ નેગીએ જણાવ્યું હતું કે હાલ લોઅર સ્ટેશનના પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે. કુલ ૯ ટાવર પૈકી બે ટાવર ઊભા થઈ ગયા છે. ૬ મીટરથી લઈને ૧૮ મીટરના ટાવર રહેશે. સૌથી ઊંચો ટાવર ૧૦૦૦ પગથિયે ૬૭ મીટરનો રહેશે. ઑસ્ટ્રિયાથી આવેલા નેકીના માર્ગદર્શનમાં ૫૦થી વધુ ઇજનેરોની ટીમ કામગીરી કરી રહી છે. એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ થઈ જશે. બાદમાં રોપવે શરૂ કરવામાં આવશે. રોપવેની વિશેષતા એ છે કે રોપવે પર ગીધ કે કોઈ પક્ષી બેઠું હશે તો રોપવેમાં લાગેલા સેન્સરથી રોપવે બંધ થઈ જશે અને સાઇરન વગડશે જેથી પક્ષી ઊડી જાય. બાદમાં રોપવે ફરી શરૂ થઈ જશે. આમ અકસ્માતની કોઈ સંભાવના નથી. રોપવે શરૂ થયા બાદ ગમેતેવી સ્થિતિમાં પણ બોગી અધવચ્ચે રહેશે નહીં. બોગી નીચે આવી શકે એવી અત્યાધુનિક સિસ્ટમ કાર્યરત છે. ૧૦૦૦ કેવીનો પાવર વપરાશે. લાઇટ જાય તો જનરેટર રહેશે. ડોપલમેર કંપની વર્ષોથી રોપવેની કામગીરી કરે છે. દુનિયાભરમાં કામ કર્યું છે. જોકે ગિરનારની સાઇટ સૌથી વધુ મુશ્કેલ સાઇટ છે. પરંતુ પડકારો વચ્ચે જ કામ કરી સફળતા મેળવવી એ તેમનો મંત્ર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK