એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની નર્સોના આમરણ ઉપવાસ : પોલીસના લાઠીચાર્જમાં ૪ જણ ઘાયલ

Published: 22nd October, 2011 19:20 IST

બાંદરામાં આવેલી એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની નર્સો દ્વારા ચાલતી હડતાળ દરમ્યાન ગઈ કાલે પોલીસે લાઠીચાર્જ કરતાં હૉસ્પિટલના ગેટની બહાર નાટ્યાત્મક દૃશ્યો સર્જાયાં હતાં. છેલ્લા ત્રણ દિવસથી હડતાળ પર ઊતરેલી ૨૩૦ નર્સોમાંની મેલ્વિન તથા જીજો નામની બે નર્સોએ હૉસ્પિટલના સંચાલકો તેમનાં ઓરિજિનલ સર્ટિફિકેટ પાછાં નહીં આપે ત્યાં સુધી બેમુદત આમરણ ઉપવાસ કરવાની પણ જાહેરાત કરી હતી.

 

૨૧ વર્ષની બીના બેબી નામની નર્સે તેના ઉપરી અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કથિત સતામણીના પગલે આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ હૉસ્પિટલની તમામ નર્સો હડતાળ પર ઊતરી ગઈ છે. હૉસ્પિટલના સંચાલકોના જણાવ્યા અનુસાર અત્યારે ૨૩૦માંથી ૫૦ નર્સ ફરજ પર છે. ડૉક્ટરો નર્સની કામગીરી પણ કરી રહ્યા છે. દરમ્યાન પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જને કારણે ચાર નર્સને ઈજા થઈ હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK