Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જે. ડેના મર્ડરકેસમાં ગુજરાતી પત્રકાર જિજ્ઞા વોરાની સનસનાટીભરી ધરપકડ

જે. ડેના મર્ડરકેસમાં ગુજરાતી પત્રકાર જિજ્ઞા વોરાની સનસનાટીભરી ધરપકડ

26 November, 2011 11:18 AM IST |

જે. ડેના મર્ડરકેસમાં ગુજરાતી પત્રકાર જિજ્ઞા વોરાની સનસનાટીભરી ધરપકડ

જે. ડેના મર્ડરકેસમાં ગુજરાતી પત્રકાર જિજ્ઞા વોરાની સનસનાટીભરી ધરપકડ




(ભૂપેન પટેલ અને વિનય દળવી)





મુંબઈ, તા. ૨૬

મિડ-ડે ગ્રુપના ક્રાઇમ ઍન્ડ ઇન્વેસ્ટિગેશન્સ એડિટર જે. ડેની હત્યાના કેસમાં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે ગઈ કાલે મુંબઈના એક અંગ્રેજી ન્યુઝપેપરની ડેપ્યુટી બ્યુરો ચીફ જિજ્ઞા વોરાની ધરપકડ કરી હતી.



૩૭ વર્ષની જિજ્ઞાની ધરપકડ અન્ડરવર્લ્ડ ડૉન છોટા રાજનને જે. ડેના હત્યાના કાવતરામાં મદદ કરવા બદલ અને તેને જે. ડેની અંગત વિગતો પહોંચાડવા બદલ મોકા (મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ) હેઠળ કરવામાં આવી છે. જિજ્ઞાને સ્પેશ્યલ મોકા ર્કોટમાં રજૂ કરવામાં આવી હતી જ્યાં પહેલી ડિસેમ્બર સુધી પોલીસકસ્ટડીમાં રાખવાનો છોટા રાજને જ પકડાવી આદેશ આપવામાં આવ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની વાત માનીએ તો છોટા રાજને પોતે જ જિજ્ઞા વિરુદ્ધ વટાણા વેરી દીધા હતા જેને કારણે અધિકારીઓને આ કેસમાં વધારે પુરાવા મળ્યા હતા. જાણવા મળ્યા પ્રમાણે ૧૧ જૂને પવઈમાં ધોળા દિવસે થયેલી જે. ડેની હત્યા પછી મિડિયાના અહેવાલોથી અકળાયેલા છોટા રાજને શહેરના જર્નલિસ્ટ્સ અને બિઝનેસમેનને કેટલાક ફોન કર્યા હતા. આ વાતચીતમાં છોટા રાજને તેને જે. ડેની અંગત માહિતી આપનારી વ્યક્તિ તરીકે જિજ્ઞાનો ઉલ્લેખ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના એક સિનિયર અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘આ કેસમાં ચારથી પાંચ સાક્ષીઓ છે જેમાં પત્રકારો અને બિઝનેસમેનોનો સમાવેશ છે. આ બધાને કેસમાં સાક્ષી બનાવવામાં આવ્યા છે. અમે કોડ ઑફ ક્રિમિનલ પ્રોસીજરની કલમ ૧૬૪ અંતર્ગત તેમનું મૅજિસ્ટ્રેટ સમક્ષ કૅમેરા સામે સ્ટેટમેન્ટ પણ લીધું છે.’

ટેક્નિકલ પુરાવાને આધારે ધરપકડ

આ સાક્ષીઓનાં નિવેદન તથા જિજ્ઞાના કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક તથા સેલફોન રેકૉર્ડના ટેક્નિકલ પુરાવાઓના આધારે પોલીસ-અધિકારીઓએ જિજ્ઞાની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી જિજ્ઞાની પૂછપરછ કરી રહ્યા હતા અને આખરે તેમણે ગઈ કાલે સવારે સાડાદસ વાગ્યે ઘાટકોપર ખાતેના તેના ઘરેથી તેના નાના તુલસીદાસ સંઘવીની હાજરીમાં ધરપકડ કરી હતી. જિજ્ઞાને કસ્ટડીમાં લીધા પછી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ તરત જ તેનો મોબાઇલ ફોન પણ જપ્ત કરી લીધો હતો. આ ધરપકડ વિશે વાત કરતાં પોલીસ-કમિશનર અરૂપ પટનાઈકે કહ્યું હતું કે ‘આ બે પત્રકારોને સંડોવતો એક સંવેદનશીલ અને જટિલ કેસ છે. આરોપી આ હત્યાના કાવતરામાં સંડોવાયેલી હતી એવા અમારી પાસે મજબૂત પુરાવા છે એટલે કોર્ટે પણ અમને તેની કસ્ટડી આપી છે. અમે આ કેસની શરૂઆતમાં જ ખાતરી આપી હતી કે અમે આ હત્યા માટે જવાબદાર તમામ આરોપીઓની ધરપકડ કરીશું અને તેમને પૂરતી સજા થાય એ માટેના બધા પ્રયાસ કરીશું.’

કુલ ૧૦ આરોપી થયા

અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં દસ આરોપીઓની ધરપકડ કરી છે. આ બધા આરોપીઓ પર ગયા મહિને ચાર્જશીટ લાગવાની હતી, પણ ત્યારે જ પોલીસને જિજ્ઞા વિરુદ્ધ નવા પુરાવાઓ મળતાં એણે ર્કોટને ૩૦ દિવસનું એક્સ્ટેન્શન આપવાની માગણી કરી હતી. કોર્ટે આ વિનંતી માની લીધી હતી અને ૪ ડિસેમ્બર સુધી સમય આપવામાં આવ્યો હતો. જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ હિમાંશુ રૉયે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમને ૪ ડિસેમ્બર સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે અને આ અગિયારમી ધરપકડ પછી અમે જિજ્ઞાનો પણ ચાર્જશીટમાં સમાવેશ કરી શકીશું. જિજ્ઞાએ બે વાર પોતાના સ્ટેટમેન્ટમાં ફેરફાર કર્યો છે અને આ બન્ને સ્ટેટમેન્ટમાં ભારે વિરોધાભાસ છે. જિજ્ઞાએ છોટા રાજનને જે. ડેની અંગત વિગતો આપી હતી એના અમારી પાસે સાંયોગિક અને ઇલેક્ટ્રૉનિક પુરાવા છે.’

પોતાની રિમાન્ડઅરજીમાં પોલીસે જણાવ્યું હતું કે જિજ્ઞાએ જે. ડેના ઈ-મેઇલ આઇડી, તેમની મોટરસાઇકલની નંબરપ્લેટના ફોટોગ્રાફ્સ અને શહેરમાં તેમના રસ્તાની તમામ વિગતો છોટા રાજનને મોકલી હતી.

આ મુદ્દે મોકા ર્કોટમાં સરકારી વકીલ દીપક શાહે દલીલ કરતાં કહ્યું હતું કે ‘આરોપીને જ્યારે સવાલ પૂછવા માટે બોલાવવામાં આવતી હતી ત્યારે તેણે અસહકારભર્યું વલણ અપનાવ્યું હતું અને આ કારણે અમને પોલીસકસ્ટડી જોઈએ છીએ જેથી આ કાવતરામાં તેના રોલની વિગતવાર તપાસ થઈ શકે.’ 

બચાવપક્ષની દલીલ

આ આરોપોનું ખંડન કરતાં બચાવપક્ષના વકીલ ગણેશ કુલકર્ણીએ દલીલ કરતાં કહ્યું હતું કે ‘મારી અસીલની ક્રાઇમ બ્રાન્ચે ઘણી વખત પૂછપરછ કરી છે અને દરેક વખતે તેણે તપાસમાં પૂરતો સહયોગ આપ્યો છે. પોલીસે તેના સેલફોન અને કમ્પ્યુટર જેવાં તમામ સાધનો સીલ કરી દીધાં છે જેનો ઉપયોગ સંભવત: ક્રાઇમ સિન્ડિકેટને માહિતી મોકલવા માટે થઈ શકે એમ હતો. જોકે અત્યાર સુધી તેમના આ આરોપને ટેકો આપતા કોઈ પુરાવા પોલીસે ર્કોટમાં રજૂ નથી કર્યા. આ બાબત જ દર્શાવે છે કે મારા અસીલ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવો નથી. વળી મારા અસીલના ફોનમાંથી જે કૉલ-રેકૉર્ડ મેળવ્યા છે એની વિગતો તો ન્યુસપેપરમાં પ્રકાશિત થયેલા એક ઇન્ટરવ્યુમાં આવી જ ગઈ છે. પોલીસે હજી આ કરવા માટે યોગ્ય કારણની શોધ નથી કરી એટલે છોટા રાજનને માહિતી પહોંચાડવાનો તો સવાલ જ નથી ઊભો થતો.’

બચાવપક્ષના આ નિવેદન પછી સરકારી વકીલે ર્કોટ સમક્ષ નવા પુરાવાઓ રજૂ કર્યા હતા. જજ એસ. એમ. મોડકે બધા દસ્તાવેજોનો અભ્યાસ કરીને જિજ્ઞાને પહેલી ડિસેમ્બર સુધી પોલીસકસ્ટડીમાં રાખવાની પરવાનગી આપી હતી. જોકે કોર્ટે આરોપીને કસ્ટડી દરમ્યાન કન્ફેશન સ્ટેટમેન્ટ ન આપવું હોય તો એ માટેની છૂટ આપી છે.

જિજ્ઞા પર લગાવવામાં આવેલા આરોપ

ઇન્ડિયન પીનલ કોડની કલમ ૩૦૨ (ખૂન), ૧૨૦ (બી) (ક્રિમિનલ કાવતરું), ૩૪ (ઘણી વ્યક્તિઓએ સાથે મળીને ગુનાને અંજામ આપવો), ૨૦૧ (ગુનાના પુરાવાઓનો નાશ કરવો અથવા તો ખોટી માહિતી આપવી)

આર્મ્સ ઍક્ટની કલમ ૩ (શસ્ત્રો અને દારૂગોળો રાખવાં), ૨૫ (શસ્ત્રો અને દારૂગોળાનું વેચાણ અથવા ટ્રાન્સફર), ૨૭ (હથિયારોનો ઉપયોગ)

મુંબઈપોલીસ ઍક્ટની કલમ ૩૭ (૧) (એ) (પાંચ કરતાં વધારે લોકોના જાહેરમાં ભેગા થવા પર પ્રતિબંધ), ૧૩૫ (કેન્દ્ર સરકારની નનામી બાળવી)

મોકા ઍક્ટની કલમ ૩ (૧), ૩ (૨), ૩ (૪) (ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) Whatsapp-channel Whatsapp-channel

26 November, 2011 11:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK