અસીમ ત્રિવેદી બે દિવસમાં બિગ બૉસમાંથી થશે બહાર

Published: 28th October, 2012 04:26 IST

રિયલિટી શો ‘બિગ બૉસ’માંથી વિવાદાસ્પદ કાટૂર્નિસ્ટ અસીમ ત્રિવેદીને બે દિવસની અંદર જ બહાર કાઢવામાં આવશે એવું આશ્વાસન કલર્સ ચૅનલના અધિકારીઓએ આપ્યું હોવાને પગલે લોનાવલા બંધની ધમકી આરપીઆઇ-એએ પાછી ખેંચી છે.

કાટૂર્નિસ્ટ અસીમ ત્રિવેદીએ ભારતીય સંવિધાન અને ગૌતમ બુદ્ધનું અપમાન કરતાં વ્યંગચિત્રો બનાવ્યાં હોવાનો આરોપ મૂકીને આરપીઆઇના નેતા રામદાસ આઠવલેએ તેને ‘બિગ બૉસ’માંથી બહાર કાઢી નાખવાની માગણી હતી અને જો તેને બહાર કાઢવામાં નહીં આવે તો લોનાવલામાં આવેલા ‘બિગ બૉસ’ના સેટ પર જઈને દેખાવો કરવાની સાથે સોમવારે લોનાવલા બંધની ધમકી આપી હતી. તેમણે કાર્યકરો સાથે લોનાવલામાં ‘બિગ બૉસ’ના બંગલાની બહાર મોરચો પણ કાઢ્યો હતો જેને પગલે છેવટે કલર્સ ચૅનલ નમતું જોખીને અસીમ ત્રિવેદીને બહાર કાઢવા તૈયાર થઈ છે.

આરપીઆઇ-એ = રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા-આઠવલે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK