સ્પાઇડરમૅન બનવાના અભરખા થકી બ્લૅક વિડો સ્પાઇડરને છંછેડીને ડંખ ખાધા

Published: May 30, 2020, 09:42 IST | Mumbai Correspondent | Mumbai Desk

ત્રણ ટપુડાઓને સ્પાઇડરમૅન બનવાના અભરખા જાગતાં હાથે કરીને બ્લૅક વિડો સ્પાઇડરને છંછેડીને ડંખ ખાધા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સાઉથ અમેરિકાના બોલિવિયાના પોતોસી પ્રાંતના રહેવાસી પરિવારનાં ત્રણ બાળકો સ્પાઇડરમૅનના જબરા ચાહક હતા. જેમ સ્પાઇડરમૅન ફિલ્મમાં બ્લૅક વિડો સ્પાઇડર નામે ઓળખાતી જાતિના કરોળિયાના ડંખને કારણે ફિલ્મનો હીરો સ્પાઇડરમૅન બને છે એ રીતે સ્પાઇડરમૅન બનવાનો અભરખો એ ત્રણ બાળકોને જાગેલો. તેમની ઉંમર ૮, ૧૦ અને ૧૨ વર્ષની હતી. એ ત્રણ છોકરાઓએ રીતસર બ્લૅક વિડો સ્પાઇડર શોધીને એમને એમના હાથ પર ચડાવ્યા અને નાનકડી લાકડીના ગોદા મારી-મારીને એને ડંખ મારવાની ફરજ પાડી. એને કારણે એ ત્રણમાંથી કોઈ સ્પાઇડરમૅન તો ન બન્યું, પણ તેમની સ્થિતિ કફોડી થઈ ગઈ. દસેક મિનિટોમાં ત્રણેય પરસેવે રેબઝેબ થઈ ગયા, શરીર ધ્રૂજવા માંડ્યું અને શરીર તાવમાં ધગધગવા માંડ્યું. સ્નાયુઓમાં સખત દુખાવો થતાં બૂમાબૂમ કરવા માંડ્યાં. સદ્નસીબે તેમના માતા-પિતા ત્યાંથી પસાર થતાં તેમને સમયસર હૉસ્પિટલમાં દાખલ કરી શકાયાં હતાં. ત્યાં તાત્કાલિક સારવાર શરૂ કરાતાં લાંબી સારવાર બાદ ત્રણેય બચી શક્યાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK