શાહી ઢોળાઈ જતાં ખાડી રક્તરંગી થઈ ગઈ
કૅનેડાના ઑન્ટારિયોની એટોબિચોકેની ખાડીમાં ગયા અઠવાડિયે અચાનક લોહી જેવો લાલ રંગ ફેલાયેલો દેખાતાં લોકો આશ્ચર્ય અને ભય પામ્યા હતા. સોશ્યલ મીડિયા પર રક્તરંગી ખાડીનો વિડિયો જોઈને કેટલાક લોકો એને દિવ્ય ચમત્કાર માનતા હતા, પરંતુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે એ લોહિયાળ રંગ નૉર્થ મિસુસુઆગા શહેરના એક કારખાનામાંથી આકસ્મિક રીતે ૧૦૦ ગૅલન કરતાં વધારે પ્રમાણમાં શાહી ઢોળાવાને કારણે ફેલાયો છે.