રોંગ સાઈડમાં આવતી આ મહિલાને પોલીસે ફટકાર્યો દંડ, તો મહિલાએ કહ્યું આવું

મુંબઈ ડેસ્ક | Sep 16, 2019, 14:41 IST

એક યુવતી રોંગ સાઇડમાંથી આવતી હતી તેને જોઈ ટ્રાફિક પોલીસે ગાડી થોભાવી અને રૂપિયા 1500ના દંડની વસુલાત કરી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં આજથી ટ્રાફિકના નવા નિયમો લાગૂ થઇ ગયા છે. ત્યારે એક યુવતી રોંગ સાઇડમાંથી આવતી હતી તેને જોઈ ટ્રાફિક પોલીસે ગાડી થોભાવી અને રૂપિયા 1500ના દંડની વસુલાત કરી. ત્યારે મહિલાએ કહ્યું કે મારી પાસે 200 રૂપિયા જ છે તો 1500નું દંડ કેવી રીતે ભરું.

મોટર વ્હિકલ એક્ટનો અમલ જ્યાં રાજ્યમાં અમલ થવાનો શરૂ થઈ ગયો છે. એકબાજુ લોકો હેલ્મેટ તેમજ બધાં જ ડૉક્યુમેન્ટ એકઠા કરી દંડથી બચવાના ઉપાયો તેમજ તેની તૈયારીઓ કરી લીધી છે ત્યારે સામે છેડે પોલીસે પણ આ બાબતે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. અમદાવાદમાં પણ તમામ ચાર રસ્તાઓ પર પોલીસે નવા ટ્રાફિક નિયમો પ્રમાણે દંડ વસુલવાનું શરૂ કરી દીધું છે. ત્યારે શિવરંજના ચાર રસ્તા પાસે એક મહિલા રોંગ સાઇડમાંથી જતી હતી. તેને જોઇને પોલીસે તેને થોભાવી અને તેને 1500 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. મોટો દંડ ફટકારતાં તેણે કહ્યું કે મારી પાસે તો માત્ર 200 રૂપિયા જ છે તો હું રૂપિયા 1500નું દંડ કઈ રીતે ભરું?

કેમ જાય છે રોંગ સાઇડમાંથી ઑફિસ
ઑફિસ ખૂબ જ નજીક છે. યોગ્ય રસ્તા પરથી જવું હોય તો આખો રસ્તો ફરીને જવું પડે છે, માટે માત્ર આટલા જ અંતરે જવું હતું તેથી રોંગ સાઇડમાંથી જતી હતી. તેવામાં પોલીસે મને રોકી લીધી. થોડાંક જ અંતર માટે આખું ફરીને જવું પડે છે અને ગાડી પાર્કિંગ પણ અહીં નજીક જ છે. આજથી નવા ટ્રાફિક નિયમો લાગૂ પાડવામાં આવ્યા છે તેનો ખ્યાલ છે પણ આટલા અંતર માટે આખું ફરીને જવા કરતાં રોંગ સાઈડમાંથી ગઈ. 1500 રૂપિયાનો દંડ ખૂબ જ વધારે છે અને મોંધો પડે છે. હાલ મારી પાસે માત્ર 200 રૂપિયા છે તો 1500 રૂપિયા કઈ રીતે ભરું, ઘરે ફોન કર્યો હતો પણ બધાં પોત પોતાના કામે છે એટલે કોઈ આવી શકે તેમ નથી, તેથી હાલ તો હું અહીં જ ઊભી છું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK