ચીની (Chian)રાષ્ટ્રપતિ(President)શી જિનપિંગ(Xi Jinping)અમેરિકાને હરાવવા માગે છે અને ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) ચીનને જુદો કરવામાં લાગેલા છે. અને આ જંગમાં અમેરિકા મોટા પાયે સફળ પણ થઈ રહ્યો છે.
અમેરિકાએ ચીન વિરુદ્ધ ત્રણ મોટા પગલા લીધાં છે. પહેલું સૈન્ય ઘેરાવો, બીજું વાણિજ્ય દૂતાવાસ બંધ કરવું અને ત્રીજું ચીની હેકર્સ પર નિશાનો સાધવો. અમેરિકા આખા એશિયામાં પોતાની સેનાઓની હાજરી વધારી રહ્યું છે. અમેરિકન રક્ષા સચિવ માર્ક એસ્પર (Mark Esper)એ આ યોજનાની રૂપરેખા તૈયાર કરી છે. અમેરિકા નૌસેના જહાજો પણ એશિયામાં મોકલી રહ્યું છે. અને તાઇવાનને હથિયાર ઉપલબ્ધ કરાવી રહ્યું છે. દક્ષિણ ચીન સાગર અને તાઇવાનની આસપાસ ચીની જહાજોની સક્રિયતાને ધ્યાનમાં રાખતાં અમેરિકા મજબૂત ગઠબંધન બનાવે છે.
એસ્પર પ્રમાણે, ચીનની ગતિવિધિઓ આખા ક્ષેત્રને અસ્થિર કરી રહી છે અને અમેરિકાનો આનો સામનો કરવા માગે છે. અમેરકાની રણનીતિનો એક મહત્વનો ભાગ ભારત હશે. અમેરિકન રક્ષામંત્રીના નિર્દેશનમાં તાજેતરમાં જ આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહના તટ પર નૌસેનિક અભ્યાસ કરાવવામાં આવ્યું. એસ્પરે કહ્યું કે આ પ્રકારની કવાયત શક્તિ પ્રદર્શનનો ભાગ છે.
આ સિવાય, એક મહત્વપૂર્ણ પગલું લેતા અમેરિકાએ બુધવારે ચીનને 72 કલાકની અંદર હ્યૂસ્ટનમાં પોતાનો વાણિજ્ય દૂતાવાસ બંધ કરવાનો આદેશ આપ્યો. અમેરિકન અધિકારીઓનું માનવું છે કે અમેરિકામાં ચીની પ્રભાવના વિસ્તાર માટે આ દૂતાવાસ જાસૂસીને અંજામ આપતું હતું. જો કે, વૉશિંગ્ટને આ સંબંધે વધારે માહિતી પ્રદાન કરી નથી, પણ તે ચીન પર સતત વાણિજ્યિક અને સૈન્ય સીક્રેટ ચોરી કરવાના પ્રયત્નોનો આરોપ મૂકે છે.
ટ્રમ્પ પ્રશાસન દ્વારા ચીની વાણિજ્ય દૂતાવાસ બંધ કરવાના આદેશના અમુક જ કલાકમાં ચીની રાજનાયિકોને અમુક દસ્તાવેજોને અગ્નિદાહ કરતાં જોવામાં આવ્યા. આને કારણે શંકા વધારે વધતી ગઈ કે હકીકતે ચીની દૂતાવાસ ગેરકાયદાકીય ગતિવિધિઓમાં લિપ્ત હતું?
આ પણ વાંચો : USએ ચીનને હ્યુસ્ટન ખાતે આવેલી પોતાની કોન્સુલેટ 72 કલાકમાં બંધ કરવા કહ્યું
અમેરિકાએ ચીન પર જાસૂસીનો આરોપ મૂક્યો છે. યૂએસ ઇન્વેસ્ટિગેટર્સે કહ્યું કે ચીન ફક્ત જાસૂસી જ નથી કરતું, પણ તેણે પોતાના હેકર્સ પણ કામે લગાડી દીધા છે. તે ફક્ત અમેરિકામાં જ નહીં પણ વિશ્વભરમાં કોરોનાવાયરસ વેક્સીનની શોધનો નિશાનો બનાવી રહ્યા છે.
અમેરિકાએ બે પૂર્વ ઇલેક્ટ્રિકલ ઇન્જિન્યરિંગ વિદ્યાર્થીઓ પર ખાનગી હૅકર હોવાનો આરોપ પણ મૂક્યો છે. તેમને કહેવાતી રીતે પૈસા માટે કામ કર્યું અને તેમને ચાઇનિઝ સીક્રેટ એજન્ટ્સનું સમર્થન પણ મળે છે. હૅકર્સ દ્વારા અમેરિકામાં બે ફર્મને કહેવાતી રીતે નિશાને મૂકવામાં આવી. મૈસાચુસેટ્સ સ્થિત બાયોટેક ફર્મ અને મેરીલેન્ડ કંપની, જે વુહાન વાયરસની સારવાસ શોધવા અંગે કામ કરી રહી છે.
નોર્વેમાં કોરોના રસીની સાઇડ ઇફેક્ટથી 13 લોકોનાં મોતથી ખળભળાટ
16th January, 2021 12:48 ISTઆ બ્રિટિશભાઈ પ્રયત્ન પછીયે મનમાં કાલ્પનિક ચિત્રો ઊભાં નથી કરી શકતાં
16th January, 2021 09:07 IST૪૫૫૦૦ વર્ષ જૂનું ગુફાઓમાં દોરાયેલું ભૂંડનું ચિત્ર ઇન્ડોનેશિયામાં મળી આવ્યું
16th January, 2021 08:48 ISTલૉકડાઉનમાં ક્રીએટિવિટી, બનાવ્યું ઘરમાં જ મિનિએચર મૂવી થિયેટર
16th January, 2021 08:46 IST