અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી શકે છે

Published: 6th December, 2012 07:39 IST

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે અમદાવાદની મણિનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવનારાં શ્વેતા ભટ્ટના પતિ અને સસ્પેન્ડેડ આઇપીએસ ઑફિસર સંજીવ ભટ્ટના કહેવાથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ જંગ શરૂ કરનારા અરવિંદ કેજરીવાલ ગુજરાત વિધાનસભાના ઇલેક્શન દરમ્યાન મોદી વિરુદ્ધ પ્રચાર કરવા ગુજરાત આવે એવી પૂરી શક્યતા છે.



અરવિંદ કેજરીવાલને ગુજરાત આવવા માટે સંજીવ ભટ્ટે આમંત્રણ આપ્યું છે અને કેજરીવાલે આ આમંત્રણ સ્વીકાર્યું છે. મણિનગર બેઠકના કૉન્ગ્રેસનાં ઉમેદવાર શ્વેતા ભટ્ટે આ બાબતમાં કહ્યું હતું કે ‘કેજરીવાલ સાથે અમારે વાત થઈ છે અને અમે ઇચ્છીએ છીએ કે અમારા અંગત સંબંધોના દાવે તે ગુજરાત આવે અને જાહેર સભા કરે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK