Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મનમોહન સિંહ ને સોનિયા ગાંધીના ઘર સામે પ્રદર્શન અટકાવવા પોલીસની અગ્નિપરીક્ષા

મનમોહન સિંહ ને સોનિયા ગાંધીના ઘર સામે પ્રદર્શન અટકાવવા પોલીસની અગ્નિપરીક્ષા

27 August, 2012 05:16 AM IST |

મનમોહન સિંહ ને સોનિયા ગાંધીના ઘર સામે પ્રદર્શન અટકાવવા પોલીસની અગ્નિપરીક્ષા

મનમોહન સિંહ ને સોનિયા ગાંધીના ઘર સામે પ્રદર્શન અટકાવવા પોલીસની અગ્નિપરીક્ષા


manmohan-rellyવડા પ્રધાન મનમોહન સિંહ અને કૉન્ગ્રેસનાં પ્રેસિડન્ટ સોનિયા ગાંધીના ઘર સામે ગઈ કાલે વિરોધ-પ્રદર્શન કરવા ગયેલા ટીમ અણ્ણાના સભ્ય અરવિંદ કેજરીવાલ અને મોટી સંખ્યામાં ભેગા થયેલા આઇએસીના ટેકેદારોને દૂર કરવા પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તેમને અટકાવવા ટિયર ગૅસ અને પાણીના મારાનો વિકલ્પ અજમાવવો પડ્યો હતો. આ બધી ધમાલ થઈ ત્યારે મનમોહન સિંહ પોતાના જ ઘરમાં કોઈ કામમાં વ્યસ્ત હતા. આઇએસી દ્વારા બીજેપીના પ્રેસિડન્ટ નીતિન ગડકરીના ઘરની બહાર પણ વિરોધ-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને કૉન્ગ્રેસ તથા બીજેપી બન્નેને કોલસાકૌભાંડ માટે જવાબદાર ગણાવ્યા હતા. જોકે આમ છતાં તેમનું મુખ્ય લક્ષ્ય વડા પ્રધાન અને કૉન્ગ્રેસનાં પ્રેસિડન્ટ જ હતાં. આઇએસી દ્વારા ગઈ કાલે માત્ર દિલ્હીમાં જ નહીં; પરંતુ જયપુર, ભોપાલ, બૅન્ગલોર, મુંબઈ અને ભુવનેશ્વરમાં પણ આવી રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  પોલીસે આ વિરોધ-પ્રદર્શન અટકાવવા ટિયર ગૅસ અને પાણીના મારાનો ઉપયોગ કર્યો હોવાથી અરવિંદ કેજરીવાલ અને ટીમ અણ્ણાના અન્ય સભ્ય પ્રશાંત ભૂષણે પોલીસ પર કારણ વગર દમનનો આરોપ મૂક્યો હતો. જોકે આ રૅલીની શરૂઆતના ૭ કલાક પછી લગભગ બપોરે અઢી વાગ્યે એની સત્તાવાર સમાપ્તિની જાહેરાત કરવામાં આવી હતી અને અરવિંદ કેજરીવાલે તેમની આ રૅલીને સફળ ગણાવી હતી.

આ રૅલીની શરૂઆત થઈ ત્યારે સવારે પોલીસે અરવિંદ કેજરીવાલ અને બીજા છ ઍક્ટિવિસ્ટોની અટકાયત કરી હતી, પણ બે કલાક પછી હજારો સમર્થકો ભેગા થઈ જતાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલને વડા પ્રધાનના ઘરની નજીક પોલીસના ઘેરાને તોડતી વખતે અટકાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલ ફરી જંતરમંતર આવ્યા હતા અને પોતાના ટેકેદારો સાથે ફરી એક વાર તેમણે વડા પ્રધાન અને કૉન્ગ્રેસનાં પ્રેસિડન્ટના ઘર તરફ કૂચ કરી હતી જેને પોલીસે અટકાવી હતી.



કિરણ બેદીની આઇએસીના વિરોધ-પ્રદર્શનમાં ગેરહાજરી


આઇએસી દ્વારા ગઈ કાલે વડા પ્રધાન મનમોહન સિંહ, કૉન્ગ્રેસનાં પ્રેસિડન્ટ સોનિયા ગાંધી અને બીજેપીના પ્રેસિડન્ટ નીતિન ગડકરીના ઘર પાસે દેખાવ કરવા માટે કાઢવામાં આવેલી રૅલીમાં ટીમ અણ્ણાના સભ્યો હાજર હતા, પણ ચાવીરૂપ સભ્ય કિરણ બેદીની ગેરહાજરી ઊડીને આંખે વળગતી હતી. કિરણ બેદીની ગેરહાજરી વિશે કારણ આપતાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘તેમને લાગે છે કે બીજેપી સામે વિરોધ-પ્રદર્શન કરવાની જરૂર નથી અને માત્ર કેન્દ્રની સરકારનો વિરોધ કરવા તરફ જ ધ્યાન આપવું જોઈએ, પણ એવું નથી. બીજેપી પણ ભ્રષ્ટાચારમુક્ત સરકારનો વિકલ્પ નથી અને આ વિચારસરણી સાથે કિરણ બેદી સંમત નથી.’

જોકે કિરણ બેદીએ ગઈ કાલે ટ્વિટર પર જણાવ્યું હતું કે તેઓ બીજેપી સામે પણ વિરોધ કરવાની વિચારસરણી સાથે સંમત નથી, પણ આમ છતાં આ વિરોધ-પ્રદર્શનને તેમનો સંપૂર્ણ ટેકો છે.


Whatsapp-channel Whatsapp-channel

27 August, 2012 05:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK