એમએનએસ સામે પગલાં લેવામાં આવશે : પોલીસ-કમિશનર

Published: 22nd August, 2012 05:04 IST

મુંબઈના પોલીસ-કમિશનર અરૂપ પટનાઈક અને ગૃહપ્રધાન આર. આર. પાટીલનાં રાજીનામાંની માગણી સાથે આઝાદ મેદાનમાં રૅલી કાઢનારા એમએનએસના ચીફ રાજ ઠાકરે સામે કાયદા મુજબ યોગ્ય પગલાં લેવામાં આવશે એવું ગઈ કાલે મુંબઈના પોલીસ-કમિશનરે રૅલી પૂરી થયા બાદ પત્રકારો સાથે બોલતાં કહ્યું હતું.

પોતાના રાજીનામા બાબતે તેમણે કહ્યું હતું કે ‘મુંબઈમાં થયેલી હિંસા બદલ એમએનએસના ચીફ રાજ ઠાકરે મારું રાજીનામું માગી રહ્યા છે એ અપેક્ષા મુજબનું જ છે, પણ હું એને પર્સનલી નથી લેતો. હું મુંબઈનો પોલીસ-કમિશનર છું. કાયદો-સુવ્યવસ્થા અને કોમી સંવાદિતા જાળવવાની મારી ફરજ છે. એ દિવસ ખૂબ મુશ્કેલીભર્યો હતો, પણ એમ જોઈએ તો એ દિવસ સારી રીતે પસાર થઈ ગયો હતો.’

 

રૅલી બાબતે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘જાહેર સભામાં આપવામાં આવેલા ભાષણની પૂરેપૂરી તપાસ કરવામાં આવશે. રાજ ઠાકરે એક રાજકારણી છે. તેમના પોતાના એજન્ડા છે, મહkવાકાંક્ષા છે.’

પોલીસને કરવામાં આવતા ટાર્ગેટ સામે અરૂપ પટનાઈકે કહ્યું હતું કે ભૂતકાળમાં પણ અનેક વાર પોલીસોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, પણ પોલીસે મગજ પરનો કાબૂ ગુમાવવાનો ન હોય. ગઈ કાલે પોલીસ-કૉન્સ્ટેબલ પ્રમોદ તાવડેએ રાજ ઠાકરેને આપેલાં ફૂલ બાબતે અરૂપ પટનાઈકે કહ્યું હતું કે ‘કૉન્સ્ટેબલ પ્રમોદને લગતી તમામ માહિતી અમે એકત્રિત કરી રહ્યા છીએ. તે અમારા ડિપાર્ટમેન્ટનો પોલીસ છે કે પછી બનાવટી પોલીસ એની મને ખબર નથી. અમે તેની મેડિકલ ટેસ્ટ પણ કરવાના છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK