ઇતિહાસ કહેશે કે કાશ્મીરને મુદ્દે મુખરજીનું વલણ સાચું હતું કે નેહરુનો અભિગમ: જેટલી

Published: 4th January, 2019 07:46 IST

ગઈ કાલે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને મુદ્દે ચર્ચામાં નાણાપ્રધાન અરુણ જેટલીએ વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદને જવાબ આપ્યો હતો કે જો કૉંગ્રેસ આરોપ-પ્રત્યારોપના ખેલમાં ઇતિહાસમાં કરેલી કોઈ ભૂલ સાફ કરવા ઇચ્છતી હોય તો એ શક્ય નહીં બને.

રાજ્યસભામાં બોલી રહેલા અરૂણ જેટલી
રાજ્યસભામાં બોલી રહેલા અરૂણ જેટલી

 

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાનપદે રહી ચૂકેલા ગુલામ નબી આઝાદે ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપ સત્તા પર આવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં દેશના અન્ય પ્રાંતો તરફ અલગાવની ભાવના વધી હોવાનો આરોપ મૂક્યો હતો. એ આરોપનો જવાબ આપતાં અરુણ જેટલીએ કાશ્મીર વિશે ટિપ્પણી કરી હતી. આઝાદે ભાજપ પર રાજ્યપાલ દ્વારા કાયદો બદલવાના પ્રયત્નો કરવાનો પણ આરોપ મૂક્યો હતો.

આ પણ વાંચોઃ હોબાળાને કારણે રાજ્યસભામાં ન રજૂ થયું ત્રણ તલાક બિલ, સંસદ બુધવાર સુધી સ્થગિત

અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ‘કાશ્મીરમાં જે અલગ અસ્તિત્વની કલ્પના કરવામાં આવી હતી એ ૭૦ વર્ષોમાં ભાગલાવાદના રૂપમાં વધી છે. કૉંગ્રેસે જે વાયદા કર્યા હતા એની કિંમત દેશે વર્ષો સુધી ચૂકવવવી પડી છે. તમે સત્તા પર તો આવ્યા, પરંતુ સત્તામાં ટકી રહેવા માટે ઇતિહાસને ભૂલી ગયા. ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૯૭માં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીઓ કેવી રીતે યોજાતી હતી એ વિશે ઘણું લખાયું છે. ૧૯૪૭માં સરહદની સામી બાજુથી હુમલો થયો ત્યારે લોકોએ પ્રજા પરિષદને યોગદાન આપ્યું. અમે નેતાઓનું યોગદાન નહીં ભૂલીએ, પરંતુ તમારે લોકોનું યોગદાન ભૂલવું ન જોઈએ. આવા રાજકારણ પછી તમે કહો છો કે છેલ્લાં સાડાચાર વર્ષમાં કાશ્મીરમાં અલગાવવાદની ભાવના વધી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK