બીજેપીનાં યુવા નેતા પામેલા ગોસ્વામીની કારમાંથી કથિત રીતે કોકેન મળી આવતાં ગઈ કાલે કલકત્તામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે તેમનું કહેવું છે કે તેમની વિરુદ્ધ ખોટી રીતે કાવતરું ઘડવામાં આવ્યું છે.
પામેલા ગોસ્વામીને પોલીસ લૉકઅપમાં લઈ ગઈ હતી, જ્યાં તેમણે બીજેપી નેતા રાકેશ સિંહની ધરપકડ તેમ જ આ કેસમાં સીઆઇડી તપાસની માગણી કરી હતી.
પામેલાની માતા મધુચંદા ગોસ્વામીએ જણાવ્યા મુજબ તેમની પુત્રી નિર્દોષ છે અને તેને ખોટી રીતે કાવતરામાં ફસાવવામાં આવી છે. અમે મધ્યમ વર્ગના પરિવારના લોકો છીએ અને ક્યારેય કોકેન ચાખ્યું સુધ્ધાં નથી. રાકેશ સિંહ વિશે પોતે કાંઈ જાણતાં નથી એમ કહી તેમણે આ બધી વાતો બોગસ હોવાનું કહ્યું હતું.
શુક્રવારે પામેલા ગોસ્વામીની કારની સીટ અને બેગમાંથી ૧૦૦ ગ્રામ કોકેનની પડીકી મળી આવી હતી. તેમની પાસેનું કોકેન જામીનપાત્ર ગુનાની શ્રેણીમાં નથી આવતું.
પામેલાના પિતાએ પોલીસને તે નશેડી હોવાનું જણાવતો પત્ર લખ્યો હતો તેવા આક્ષેપને નકારતાં મધુચંદાએ કહ્યું હતું કે આમાં તેમની કોઈ ભૂમિકા નથી.
મેટ્રો મૅન હશે કેરલાના બીજેપીના મુખ્ય પ્રધાનના ઉમેદવાર?
5th March, 2021 11:55 IST2020-21માં પણ પ્રોવિડન્ટ ફન્ડ પર 8.5 ટકા વ્યાજ
5th March, 2021 10:47 ISTદેશમાં લોકોને રસી નથી મળતી અને વિદેશમાં સરકાર એનું દાન કરે છે : કોર્ટ
5th March, 2021 10:47 ISTકેટલાંક OTT પ્લૅટફૉર્મ્સ પર દર્શાવાતી પૉર્નોગ્રાફિક સામગ્રી મામલે સુપ્રીમ ચિંતિત
5th March, 2021 10:47 IST