Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અર્નબ ગોસ્વામીને જામીન ન મળી, હાઈકોર્ટે નીચલી અદાલતમાં અપીલ કરવા કહ્યું

અર્નબ ગોસ્વામીને જામીન ન મળી, હાઈકોર્ટે નીચલી અદાલતમાં અપીલ કરવા કહ્યું

09 November, 2020 04:13 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અર્નબ ગોસ્વામીને જામીન ન મળી, હાઈકોર્ટે નીચલી અદાલતમાં અપીલ કરવા કહ્યું

ધરપકડ બાદ પોલીસ વેનમાં બેઠેલો અર્નબ ગોસ્વામી (તસવીર: અતુલ કાંબળે)

ધરપકડ બાદ પોલીસ વેનમાં બેઠેલો અર્નબ ગોસ્વામી (તસવીર: અતુલ કાંબળે)


ન્યૂઝ ચેનલ રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીની (Arnab Goswami) મુંબઇ પોલીસે ગત બુધવારે એટલે કે ચાર નવેમ્બરે સવારે તેમના ઘરે જઈને ઘરપકડ કરી હતી. હવે મુંબઈ હાઈકોર્ટે અર્નબ ગોસ્વામીને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. શનિવારે બોમ્બે હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું કે, અર્નબ જામીન માટે સેશન્સ કોર્ટમાં જઈ શકે છે. આ માટે તેણે નિયત સમયમાં અપીલ કરવી પડશે. અર્નબ ગોસ્વામી પર એક ડિઝાઇનર અને તેની માતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ છે.

રાયગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે અર્નબ ગોસ્વામીને 18 નવેમ્બર સુધીમાં ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ તેને શનિવાર રાત સુધી અલીબાગની એક શાળામાં ક્વૉન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. રવિવારે સવારે તેને તલોજા જેલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું હતું કે, જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવા છતાં અર્નબ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યા હતા અને ન્યાયિક કસ્ટડી હોવા છતાં સોશિયલ મીડિયા પર સક્રિય હતો.



આ પણ વાંચો: રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની આત્મહત્યાના જૂના કેસમાં ધરપકડ


મહારાષ્ટ્ર રાજભવન તરફથી એક નિવેદન આવ્યું છે કે, અર્નબ ગોસ્વામીના મામલે રાજ્યપાલ બી.એસ. કોશ્યારીએ ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે વાત કરી છે. રાજ્યપાલે અર્નબની સુરક્ષા અને આરોગ્ય અંગે ચિંતા વ્યક્ત કરી. એ જ સમયે તેમણે ગૃહમંત્રીને કહ્યું હતું કે અર્નબના પરિવારને તેમની સાથે મળવા અને વાત કરવાની છૂટ આપવામાં આવે.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2020 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK