ભારતીય સૈન્યની પૅટ્રોલિંગ ટીમને ફૂંકી મારવાનું પાકિસ્તાની કાવતરું પકડાયું

Published: 16th October, 2014 05:46 IST

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં અંકુશરેખાની સમાંતરે ભારતીય પૅટ્રોલિંગ ટુકડીને ફૂંકી મારવાનું પાકિસ્તાની કાવતરું સેનાએ પકડી પાડ્યું હતું.
સંરક્ષણ મંત્રાલયના જનસંપર્ક અધિકારી લેફ્ટનન્ટ કર્નલ મનીષ મહેતાએ ગઈ કાલે જમ્મુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની મૂળની ક્લેમોર સુરંગ, એક છરી, એક શાલ, એક ટ્રૅકસૂટ અને કેટલીક ટોપીઓ સતર્ક ભારતીય પૅટ્રોલિંગ ટુકડીએ મંગળવારે પૂંછના સૌજિયાં સેક્ટરમાંથી કબજે કરી હતી.

ગત ૧૦ ઑક્ટોબરે બાલનોઇ સેક્ટરમાં થયેલા ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ બ્લાસ્ટ આવા કાવતરાનો એક ભાગ હોવાનું જણાવતાં મહેતાએ ઉમેર્યું હતું કે સીમા પરના ભારતીય સૈનિકોએ મંગળવારે કેટલાક શકમંદોને પડકાર્યા હતા. એથી ગભરાયેલા શકમંદો ૭.૨ કિલો ગ્રામની સુરંગ ધરાવતી બૅગ મૂકીને નાસી છૂટટ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK