શતાબ્દી વટાવી ચૂકેલા 3000 મતદારો મતદાન કરવા ઉત્સુક

Published: 6th October, 2019 13:14 IST | અરિતા સરકાર | મુંબઈ

મુંબઈ શહેર જિલ્લામાં ૩૦૦૦ કરતાં વધુ મતદારો ૧૦૦ કરતાં વધુ વયની ઉંમરના

ડૉ. હીરુ પટેલ
ડૉ. હીરુ પટેલ

એક તરફ પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદાતાઓ ૨૧મી ઑક્ટોબરની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ગયા મહિને ૧૦૦ વર્ષ પૂરાં કરનારા કોલાબાના રહેવાસી ડૉ. હીરુ પટેલ સહિતના પણ ઘણા મતદાતાઓ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે સજ્જ છે. હીરુ પટેલ સિવાય ચૂંટણી પંચનો ડેટા સૂચવે છે કે મુંબઈ શહેર જિલ્લામાં ૩૦૦૦ કરતાં વધુ મતદારો એવા છે જેઓ ૧૦૦ વર્ષની વયનો આંકડો વટાવી ચૂક્યા છે.

મુંબઈ શહેર જિલ્લો ૧૦ મતવિસ્તારોને આવરી લે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘મહાનગરપાલિકા અધિકારીઓ ચૂંટણી પંચને કોઈ પણ મતદારના મૃત્યુ વિશે જાણ કરે ત્યાર બાદ ડેટા અપડેટ કરવામાં આવે છે. ડેટાના આધારે કોલાબામાં આવા ૬૨૦ મતદારો છે, જ્યારે મલબાર હિલમાં આ સંખ્યા ૬૧૨ની છે. ધારાવીમાં આ આંકડો સૌથી નીચો – ૧૧૮ છે. કે. સબર્બન ડિસ્ટ્રિક્ટ ઑફિસનો ડેટા સમાન નથી. તેમના ડેટા સૂચવે છે કે ૮૦ વર્ષ કરતાં વધુ વયના આશરે ૧.૯૪ લાખ મતદારો છે.’

ડૉ. પટેલ તેમના હેલ્પરની મદદથી નિયમિતપણે મતદાન કરે છે, કારણ કે તેમના મતે યોગ્ય ઉમેદવારને મત આપવો એ તેમની જવાબદારી છે અને આ અગાઉ તેમણે આ વર્ષના પ્રારંભે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હતું.

આ પણ વાંચો : PMCના કર્મચારીઓની દિવાળી સુધરી આવતા અઠવાડિયે પગાર મળશે

‘મતદાન મથક મારા ઘરની નજીક છે અને કારમાં થોડું જ અંતર કાપવાનું હોય છે. મને કદી પણ મુશ્કેલીનો અનુભવ નથી થયો. હું મારા પરિવાર અને મારા હેલ્પર સાથે જાઉં છું, જે મને મતદાન મથક સુધી દોરી જાય છે’ એમ તેમણે જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK