ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે આ છોકરી સેક્સ-ચેન્જ કરાવી છોકરો બની

Published: 26th December, 2018 19:06 IST

પ્રેમ કેટલો આંધળો હોય છે અને પ્રેમ પામવા માટે લોકો પોતાની ઓળખ સુધ્ધાં બદલવા તૈયાર થઈ જાય છે એનો નમૂનો તાજેતરમાં કેરળની ઘટના પરથી મળે છે

અર્ચના બની ગઈ દીપુ
અર્ચના બની ગઈ દીપુ

પ્રેમ કેટલો આંધળો હોય છે અને પ્રેમ પામવા માટે લોકો પોતાની ઓળખ સુધ્ધાં બદલવા તૈયાર થઈ જાય છે એનો નમૂનો તાજેતરમાં કેરળની ઘટના પરથી મળે છે. કોઝિકોડ શહેરમાં રહેતી બાવીસ વર્ષની અર્ચના રાજ નામની યુવતીનું કહેવું છે કે તેને પોતાની સાથે જ ઑફિસમાં કામ કરતી એક છોકરી સાથે પ્રેમ હતો. બન્ને સાથે જીવન જીવવા માગતાં હતાં, પરંતુ લેસ્બિયન સંબંધો સમાજ મંજૂર નહીં કરે એવું લાગતું હોવાથી પેલી છોકરીએ અર્ચનાને સેક્સ-ચેન્જ કરીને છોકરો બની જવા કહ્યું. અર્ચનાએ બે મહિના પહેલાં જ ચેન્નઈની એક હૉસ્પિટલમાં જઈને જાતિપરિવર્તનની સર્જરી કરાવી. એ પછી તેણે અર્ચનામાંથી દીપુ દર્શન નામ ધારણ કર્યું. જોકે જ્યારે તે સર્જરી કરીને પાછી આવી ત્યારે પેલી છોકરીએ તેને મળવાનું બંધ કરી દીધું.

 

ઇન ફૅક્ટ, તેને સમાચાર મYયા કે તેની ગર્લફ્રેન્ડનાં તો બીજા કોઈ છોકરા સાથે લગ્ન નક્કી થઈ ગયાં છે. દીપુભાઈએ પોતાને ન્યાય મળે એ માટે એક પ્રેસ-કૉન્સફરન્સ બોલાવીને પોતાની કહાણી સંભળાવી. તેનું કહેવું છે કે તેની ગર્લફ્રેન્ડને પામવા માટે તેણે પોતાની જાતિ બદલાવી દીધી અને એ માટે બે લાખ રૂપિયાનો ખર્ચ કર્યો, પણ હવે પેલી છોકરી છૂમંતર થઈ ગઈ છે. દીપુભાઈ હવે ગર્લફ્રેન્ડે દગો દીધો હોવાનો કેસ નોંધાવવા માગે છે, પણ કેવી રીતે આગળ વધવું એ સમજાતું નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK