Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Apple Online Storeની ભારતમાં શરૂઆત, ગ્રાહકોને થશે આ ફાયદા

Apple Online Storeની ભારતમાં શરૂઆત, ગ્રાહકોને થશે આ ફાયદા

23 September, 2020 12:39 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Apple Online Storeની ભારતમાં શરૂઆત, ગ્રાહકોને થશે આ ફાયદા

તસવીર સૌજન્ય: ટ્વીટર

તસવીર સૌજન્ય: ટ્વીટર


કોરોના વાયરસ (COVID-19) મહામારીને કારણે ઓનલાઈન શોપિંગમાં ઝડપથી વધારો થયો છે. આ જ પાર્શ્વભૂમિ પર એપલે ભારતમાં પોતાનો ઓનલાઈન સ્ટોર શરૂ કર્યો છે. ભારતમાં એપલના પ્રોડક્ટ વાપરતા ગ્રાહકોનો મોટો વર્ગ છે. જેને ભારતમાં Apple Online Storeની શરૂઆતથી ઘણા ફાયદા થશે. હવે એપલને પોતાના ડિવાઇસને વેચવા માટે થર્ડ પાર્ટી ઇ-કૉમર્સ કંપનીઓનો સહારો નહીં લેવો પડે.

એપલના સીઇઓ ટિમ કુકે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે, ભારતમાં જલ્દીજ પોતાના ઓનલાઈન સ્ટૉરની શરૂઆત કરવામાં આવશે. કંપની દેશભરમાં પોતાની પ્રૉડક્ટ્સની પુરી રેન્જ અને કસ્ટમર્સનો સીધો સપોર્ટ કરશે. તેનો અર્થ છે કે, ભારતમાં કસ્ટમર્સ આઇફોન, આઇપેડ, એપલ વૉચ, મેકબુક ડિવાઇસ અને એપલ ટીવી પણ ખરીદી શકશે.




કંપનીએ એક નિવેદનમાં કહ્યું હતુ કે, નવો ઓનલાઈન સ્ટૉર કસ્ટમરને દુનિયાભરમાં એપલ સ્ટૉરનો પ્રીમિયમ એક્સપીરિયન્સ આપશે. જે ઓનલાઇન ટીમના સભ્યો દ્વારા આપવામાં આવશે. નવો ઓનલાઈન સ્ટૉર ભારતમાં અત્યારે એટલા માટે શરૂ કરવામાં આવી રહ્યો છે કારણકે ઓક્ટોબરમાં ફેસ્ટિવ સિઝનની શરૂઆત થવાની છે. કંપની કેટલીક ઓફર્સની પણ જાહેરાત કરશે, સાથે સ્ટુડન્ટ્સ ઓફર્સ પણ રજૂ કરશે.


એપલ ઓનલાઈન સ્ટૉર હાલ લાઇવ છે. પરંતુ ઉત્પાદોને લિસ્ટેડ કરવાનુ બાકી છે. તેમાં એપલ સ્પેશિયાલિસ્ટ્સની સાથે શૉપ, ફ્રીમાં નૉ-કૉન્ટેક્ટ ડિલિવરી, તમે કઈ રીતે પેમેન્ટ કરો છો, તમારા જુના ફોનને આઇફોનમાં બદલી નાંખો, મેક ઓર્ડર, પર્સનલ સેશન માટે લીધેલા ઓર્ડર કૉન્ફિગર કરવા જેવા કેટલાય ફિચર લિસ્ટેડ કરવામાં આવ્યા છે. વેબસાઇટ લોગોને AppleCare+ ખરીદવાની પરમીશન પણ આપશે, જ્યાં કસ્ટમર્સ પોતાના ડિવાઈસ માટે વૉરંટી અને સર્વિસને એક્સસ્ટેન્ડ કરી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2020 12:39 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK