જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકશે

Published: 28th October, 2020 12:35 IST | Agencies | Mumbai

મોદી સરકારનો મોટો નિર્ણય, ગૃહમંત્રાલયે નવી સૂચના જાહેર કરી, ખેતીની જમીન પર પ્રતિબંધ યથાવત્ રહેશે, ખેતીની જમીન ફક્ત રાજ્યના લોકો માટે જ રહેશે, જમ્મુ-કાશ્મીરમાં હવે ફૅક્ટરી, મકાન અથવા દુકાન ખરીદી સમયે સ્થાનિક રહેવાસી હોવાના કોઈ પુરાવા આપવાની જરૂર નથી

નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી

જમ્મુ-કાશ્મીરમાં હવે દેશનો કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકે છે અને ત્યાં સ્થાયી થઈ શકે છે. ગૃહમંત્રાલય દ્વારા મંગળવારે આ અંતર્ગત નવી સૂચના જાહેર કરવામાં આવી છે. જોકે ખેતીની જમીન પર પ્રતિબંધ ચાલુ રહેશે.
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે બહારની ઇન્ડસ્ટ્રી જમ્મુ-કાશ્મીરમાં આવે, એ માટે ઇન્ડસ્ટ્રિયલ માટે જમીનની જરૂરિયાત હોવાથી હવે કોઈ પણ વ્યક્તિ જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે. જોકે ખેતીની જમીન ફ્ક્ત રાજ્યના લોકો માટે જ રહેશે.
આપને જણાવી દઈએ કે અગાઉ ફક્ત જમ્મુ-કાશ્મીરમાં ફ્ક્ત ત્યાના રહેવાસી જ જમીન ખરીદી અને વેચી શકતા હતા, પરંતુ હવે બહારના લોકો પણ જમીન ખરીદીને ત્યાં પોતાનું કામ શરૂ કરી શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનર્રચના કાયદા હેઠળ લીધો છે, જે અંતર્ગત કોઈ પણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈ ફૅક્ટરી, મકાન અથવા દુકાન માટે જમીન ખરીદી શકે છે. આ માટે સ્થાનિક રહેવાસી હોવાના કોઈ પુરાવા આપવાની જરૂર રહેશે નહીં.
મહત્ત્વનું છે કે જમ્મુ-કાશ્મીરને ગયા વર્ષે જ કલમ ૩૭૦થી મુક્તિ આપવામાં આવી છે, ત્યાર બાદ ૩૧ ઑક્ટોબર, ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો હતો. હવે કેન્દ્રશાસિત પ્રદેશ હોવાના એક વર્ષ પૂરા થવા પર જમીનના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે આ પહેલાં ફક્ત જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓ જ જમીન ખરીદી અને વેચી શકતા હતા, પરંતુ હવે બહારથી લોકો જમીન પણ ખરીદી શકે છે અને ત્યાં પોતાનું કામ શરૂ કરી શકશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ નિર્ણય જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદા હેઠળ લીધો છે, જે અંતર્ગત કોઈ પણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં કારખાના, મકાન અથવા દુકાન માટે જમીન ખરીદી શકે છે. તેને સ્થાનિક રહેવાસી હોવાના પુરાવાની પણ જરૂર રહેશે નહીં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK