Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અહીંયા દિલથી સાંભળવામાં આવે છે ઇશારાની ભાષા, સ્પેશિયલ છે આ સ્કૂલ

અહીંયા દિલથી સાંભળવામાં આવે છે ઇશારાની ભાષા, સ્પેશિયલ છે આ સ્કૂલ

21 December, 2018 07:08 PM IST |

અહીંયા દિલથી સાંભળવામાં આવે છે ઇશારાની ભાષા, સ્પેશિયલ છે આ સ્કૂલ

આ શાળામાં પુસ્તકોના જ્ઞાનની સાથે-સાથે બાળકોની રૂચિ પ્રમાણે તેમને રોજગારી માટેનું શિક્ષણ પણ આપવામાં આવે છે.

આ શાળામાં પુસ્તકોના જ્ઞાનની સાથે-સાથે બાળકોની રૂચિ પ્રમાણે તેમને રોજગારી માટેનું શિક્ષણ પણ આપવામાં આવે છે.


હરિદ્વાર સ્થિત આઇઆઇટી રૂડકીના પરિસરમાં એક એવી સ્કૂલ છે, જ્યાં મૂંગા-બહેરા બાળકોના ઇશારાઓની ભાષા દિલથી સાંભળવામાં આવે છે. 'અનુશ્રુતિ એકેડેમી ફોર ધ ડેફ' નામથી ચાલતી આ સ્કૂલમાં એવા બાળકોને ફક્ત શિક્ષણ જ આપવામાં નથી આવતું, પરંતુ તેમને એ કાબેલ પણ બનાવવામાં આવે છે કે તેઓ સામાન્ય લોકોની વાતો સમજીને તેમને પણ પોતાની વાત ઇશારાથી સમજાવી શકે. શાળાના આ પ્રયાસના કારણે જ અનેક મૂંગા-બહેરાં બાળકો સ્વાવલંબી બની ચૂક્યાં છે. ઘણા સરકારી નોકરી પણ કરી રહ્યા છે.

 




હાલ સ્કૂલમાં 90 બાળકો ભણી રહ્યા છે. 

 1989માં આ સ્કૂલ એવા બાળકો માટે ખોલવામાં આવી હતી, જે બાળપણથી જ મૂંગા-બહેરાં હોય. તેમની સારસંભાળની જવાબદારી આઇઆઇટી રૂડકીની પાસે છે. શાળાના મુખ્ય આચાર્ય પાર્વતી પાંડેય જણાવે છે કે પ્રી-નર્સરીથી આઠમા ધોરણ સુધી આ શાળાને ઉત્તરાખંડ શિક્ષણ વિભાગની માન્યતા મળેલી છે. જ્યારે 9થી 12 ધોરણ સુધી એનઆઇઓએસ (રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલયી શિક્ષણ સંસ્થાન) દ્વારા ચાલે છે. કોઈ બાળક પ્રવેશ માટે આવે છે તો પહેલા તેનું એક મેડિકલ પરીક્ષણ કરવામાં આવે છે. તેનાથી બાળકની સાંભળવાની ક્ષમતાની જાણ થાય છે. ત્યારબાદ તેનું ભણવાનું શરૂ થાય છે. વર્તમાનમાં સ્કૂલમાં 90 બાળકો ભણી રહ્યાં છે, જે રૂડકી ઉપરાંત સહારનપુર, મુઝફ્ફરનગર, હરિદ્વાર, દેહરાદૂન વગેરે શહેરોમાંથી આવે છે.


લિપરીડિંગથી શરૂ થાય છે ભણતર

સ્કૂલમાં 22 લોકોનો સ્ટાફ છે, જેમાં બાળકોને ભણાવવા માટે 14 એક્સપર્ટ શિક્ષકો સામેલ છે. શિક્ષકો સૌથી પહેલા બાળકોને લિપરીડિંગ (હોઠોના હાવભાવને વાંચવા) શીખવાડે છે. તેનાથી બાળક સામેવાળાનો ઇશારો પણ સમજી શકે છે અને પોતાની વાતને પણ ઇશારાઓમાં જણાવી શકે છે. ધીમે-ધીમે તે સામાન્ય લોકો જેવું બની જાય છે. સ્કૂલમાં સ્માર્ટક્લાસની પણ વ્યવસ્થા છે. ક્લાસરૂમમાં પ્રોજેક્ટર અને મોટી સ્ક્રીન પણ છે. બાળકોને પ્રોજેક્ટરના માધ્યમથી સ્ક્રીન પર અક્ષરો અને શબ્દો બતાવવામાં આવે છે. શિક્ષકો હોઠોના ઇશારાથી તેમને બોલતા શીખવાડે છે.

'અનુશ્રુતિ એકેડેમી ફોર ધ ડેફ'ને ઊભી કરવામાં એચસી હાંડા અને તેમની પત્નીનું મોટું યોગદાન રહ્યું.


રોજગાર માટેનું શિક્ષણ પણ

પુસ્તકોના જ્ઞાનની સાથે-સાથે બાળકોની રૂચિ પ્રમાણે તેમને રોજગારી માટેનું શિક્ષણ પણ આપવામાં આવે છે. તેમાં સીવણકામ, પેઇન્ટિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, કુકિંગ, મહેંદી, કોમ્પ્યુટરનું પ્રશિક્ષણ વગેરે સામેલ છે. સ્કૂલમાંથી ભણી ચૂકેલા ઘણા બાળકો હાલ પોતે પ્રોફેશનલ કામ કરી રહ્યા છે અથવા સરકારી સેવાઓ કે પછી કોઈ કંપનીમાં કાર્યરત છે.

સ્કૂલની સ્થાપનામાં હાંડા દંપતીનું મોટું યોગદાન

'અનુશ્રુતિ એકેડેમી ફોર ધ ડેફ'ને ઊભી કરવામાં એચસી હાંડા અને તેમની પત્નીનું મોટું યોગદાન રહ્યું. તેમનો દીકરો વિવેક હાંડા પણ મૂંગો-બહેરો હતો. પરિણામે હાંડા દંપતીએ ફક્ત પોતાના જ બાળકોને ભણાવવાની મહેનત કરવાને બદલે આવાં અન્ય બાળકો માટે પણ શિક્ષણની વ્યવસ્થા કરાવી. આ સ્કૂલ પહેલા રૂડકીમાં આવેલા સીબીઆરઆઇ (સેન્ટ્રલ બિલ્ડીંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ) પરિસરમાં હતી. ત્યારે તેમાં ગણતરીના બાળકો જ ભણતા હતા. ત્યારબાદ હાંડા દંપતીએ સ્કૂલને નવેસરથી આઇઆઇટી રૂડકીના પરિસરમાં સ્થાપિત કરી. બાળકોને ભણાવવા માટે એચસી હાંડાની પત્નીએ ટ્રેઇનિંગ લીધી. તેમનો દીકરો વિવેક હાલ એસબીઆઈ, આઇઆઇટી રૂડકીની બ્રાંચમાં તહેનાત છે.

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2018 07:08 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK