ઍન્ટૉપ હિલ પોલીસ-સ્ટેશને ગયા શનિવારે ઉપરાઉપરી બે રેપ-કેસ નોંધાયા

Published: 14th November, 2014 05:27 IST

ઍન્ટૉપ હિલ પોલીસ-સ્ટેશનમાં ગયા શનિવારે ઉપરાઉપરી બે રેપ-કેસ નોંધાયા હતા. જોકે પોલીસને આ બન્ને રેપ-કેસ તરત જ સૉલ્વ કરવામાં સફળતા મળી હતી. પ્રથમ કિસ્સામાં પાડોશીએ ત્રણ વર્ષની બાળકી પર બળાત્કારનો પ્રયત્ન કર્યો હતો, જ્યારે અન્ય બનાવમાં સસરાએ પુત્રવધૂ બળાત્કાર કર્યો હતો.પ્રથમ ઘટનામાં પોલીસે કહ્યું હતું કે ‘મજૂરીકામ કરતો ૪૨ વર્ષનો શિવપ્રસાદ ચૌરસિયા આંગણામાં રમી રહેલી ૩ વર્ષની બાળકીને ચૉકલેટ આપવાના બહાને નજીકની સૂમસામ ગલીમાં લઈ ગયો હતો અને ત્યાં તેણે બાળકીના કપડાં ઉતાર્યા હતાં, પરંતુ આરોપી બાળકી સાથે કોઈ અજૂગતું કરે એ પહેલાં જ બાળકીનો પિતા ત્યાં પહોંચી ગયો હતો. રંગેહાથ પકડાઈ ગયેલા શિવપ્રસાદને પોલીસ-સ્ટેશને લઈ જવાતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.

બીજા કિસ્સામાં દીકરાની ગેરહાજરીનો લાભ લઈ સસરાએ જ પુત્રવધૂ પર રેપ કર્યો હતો. આ ઘટના બાબતે ઍન્ટૉપ હિલના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એસ. બી. રાસ્કરે કહ્યું હતું કે ‘ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતો આરોપી એ દિવસે સાંજે ૪ વાગ્યે ઘરે આવી ગયો હતો. એ વખતે પોતાની બે પૌત્રીઓને ઘરમાં જોઈને બન્નેને ચૉકલેટ આપીને ઘરની બહાર રમવા મોકલી દીધી હતી. પછી ઘરમાં કોઈ ન હોવાથી તેણે પોતાની ૨૩ વર્ષની વહુ પર બળજબરી કરી હતી. બે છોકરીની મમ્મી ૨૩ વર્ષની પુત્રવધૂએ આનાકાની કરતાં આરોપીએ તેના પર હુમલો કર્યો હતો અને બેડરૂમમાં લઈ જઈ તેના પર રેપ કર્યો હતો. ત્યાર બાદ યુવતીએ પોતાના સસરા વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ તરત જ પોલીસને રવાના કરાતાં સાંજે ૮ વાગ્યે પોલીસે આરોપી સસરાની ધરપકડ કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK